તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mandvi ક્રાંતિ તિર્થમાં શ્યામજી કૃષ્ણવર્માની 161મી જન્મ જયંતી ઉજવાઇ

ક્રાંતિ તિર્થમાં શ્યામજી કૃષ્ણવર્માની 161મી જન્મ જયંતી ઉજવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્ચ્છના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 161મી જન્મ જયંતિ નિમિતે માંડવીના ક્રાંતી તિર્થ ખાતે શ્રધ્ધા સુમન અપાયા હતા તેમજ આર્ય સમાજ દ્વારા યજ્ઞ યોજાયો હતો.

માંડવી આર્ય સમાજના પ્રમુખ નવીન વેલાણીના આચાર્ય પદે આયોજિત યજ્ઞમાં શ્યામજીના નામની વિશેષ આહુતિ આપવામાં આવી હતી. યોગાનુયોગ સ્મારકના ટ્રસ્ટી હીરજીભાઈ કારાણીનો પણ જન્મ દિવસ હોવાથી તેમના નામની પણઆહુતિ અપાઇ હતી. આ યજ્ઞમાં ટ્રસ્ટી દિલીપ દેશમુખ, આર્ય સમાજના લખમશીભાઈ વાડીયા, પુરુષોત્તમ વાડિયા, ગોવિંદ વેલાણી, કિશોર વાડિયા, વિનોદ વેલાણી, આર્ય મહિલા મંડળના પ્રમુખ પુષ્પાબેન વેલાણી, બીજેપી મહિલા પાંખના પ્રમુખ શિલ્પાબેન રાજગોર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...