તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mandvi માંડવીમાં સાગરની સાક્ષીએ કચ્છના 1850 કલાકારો કામણ પાથરશે

માંડવીમાં સાગરની સાક્ષીએ કચ્છના 1850 કલાકારો કામણ પાથરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીના રમણીય સાગર તટે ઉજવાનારા ‘આપણી નવરાત્રિ’ના દશાબ્દિ મહોત્સવમાં કચ્છભરના 1850 કલાકરો કલાના કામણ પાથરશે. નોરતાની પૂર્વ સંધ્યાઅે શહેરના મુખ્ય માર્ગો પર સાંસ્કૃતિક શોભાયાત્રા નીકળશે.

સ્વ. અનંતરાય દવેની પ્રેરણા અને શેઠ કનકશી ખીમજીના સહયોગથી શરૂ થયેલા નવરાત્રિ ઉત્સવના 10મા વર્ષ પ્રવેશ પ્રસંગે ઉજવાનારા ઉત્સવમાં કચ્છભરની 14 ઉચ્ચ માધ્યમિક શાળા, 22 પ્રાથમિક શાળા, 9 મહિલા મંડળ 59 અન્ય સહિત 104 ગ્રુપના 1850 જેટલા કલાકારો આધુનિક સાઉન્ડ સિસ્ટમના સથવારે કલાના ઓજસ પાથરશે. રાષ્ટ્ર ભાવના અને એક્તાના ઉદ્દેશથી યોજાતા નિ:શુલ્ક નવરાત્રિ ઉત્સવ દરમિયાન શહેરમાં નિષ્કામ ભાવે સેવા આપનારાઓની સ્મૃતિમાં પરિવારજનોને સન્માનાશે.

નવરાત્રિની પૂર્વ સંધ્યાએ 4.30 કલાકે સાકરબાઇ ખીમજી શાળાથી શોભાયાત્રા કાઢવામાં આવશે જેને શેઠ કનકશી ખીમજી, શેઠ નૈલેશ ખીમજી, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને દીપકભાઇ ભીમાણી પ્રસ્થાન કરાવશે. આઝાદ ચોકમાં સંપન્ન થનારી આ યાત્રાનું નગરપતિ મેહૂલ શાહ અભિવાદન કરશે. આ શોભાયાત્રામાં 10 ઘોડા પર દીકરીઓ તલવાર સાથે સવાર થશે તેમ દેવાંગ દવેએ જણાવ્યું હતું.

માનસિક વિકલાંગો પણ ભાગ લેશે
આપણી નવરાત્રિના મંચ પર 5થી 60 વર્ષના કલાકારો કામણ પાથરશે જેમાં માનસિક વિકલાંગો પણ ભાગ લેશે. આ ઉપરાંત આહિર રાસ મંડળી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ભારતીય બેઠક વ્યવસ્થા સાથે રાત્રે 9થી 11 વાગ્યા સુધી ઉજવાનારા ઉત્સવમાં ભારત માતાની સમૂહ આરતી ઉતારાશે. કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવાશે અને પાલિકા દ્વારા બીચ તટે પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાશે તેમ ભરત વેદ, મુલેશ દોશી, કવિભાઇ અને વસંતબેન સાયલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...