તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીમાં રૂકમાવતી નદી પર 13 કરોડના ખર્ચે બ્રિજ બનશે

માંડવીમાં રૂકમાવતી નદી પર 13 કરોડના ખર્ચે બ્રિજ બનશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાં પ્રવેશતાં રાજાશાહીના સમયના રૂકમાવતી પૂલની અવધિ પૂરી થઇ જતાં ભારે વાહનોને પસાર થવા માટે ડાયવર્ઝન બનાવાયું હતું તે સ્થળ પર હવે 13 કરોડના ખર્ચે મેજર બ્રિજ બનાવાશે. આ બ્રિજ નિર્માણ માટે દોઢ દાયકા પહેલાં ગાંધીનગર ફાઇલ મુકાઇ હતી જેના પર આખરે મંજૂરીની મહોર મારવામાં આવી છે.

બ્રિટિશ કંપની દ્વારા જે તે સમયે પૂલ નિર્માણ કરાયું ત્યારે તેની 100 વર્ષની અવધિ હોવાનું જણાવાયું હતું. અા સમય મર્યાદાની ઉપર 15 વર્ષ વટાવી ચૂકેલા પૂલ પર ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવાઇ હતી જેના વિકલ્પે ડાયવર્ઝન બનાવાયું છે પણ ચોમાસા દરમિયાન રૂકમાવતી નદીનું પાણી તેમાં આવતું હોવાથી ધોવાણ થઇ જવાના સંજોગોમાં વાહનોનો પ્રવેશ મુશ્કેલ બનતાં ટ્રાફિક જામની સમસ્યા થતી હતી. માથાના દુખાવા સમાન આ પ્રશ્નના નિકાલ માટે તત્કાલિન ધારાસભ્ય તારાચંદ છેડાના પ્રયાસથી બ્રિજ બનાવવાની ફાઇલ મુકાઇ હતી જને હવે સૈધ્ધાંતિક મંજૂરી મળી છે.

રાજ ધોરી માર્ગ પર 130 મીટર લાંબો, 7 મીટર ઉંચો અને 14 મીટર પહોળો બ્રિજ 13.28 કરોડના ખર્ચે બનાવાશે. માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ તાજેતરમાં જુની ફાઇલ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમક્ષ પુન: રજૂઆત કરતાં તેમણે મંજૂરીની મહોર મારી હતી.

અન્ય સમાચારો પણ છે...