• Gujarati News
  • National
  • માંડવીમાં કાર્નિવલે જમાવી રંગત: 1000 કલાકારોએ કામણ પાથર્યા

માંડવીમાં કાર્નિવલે જમાવી રંગત: 1000 કલાકારોએ કામણ પાથર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છી નવું વર્ષ અષાઢબીજની સાંજે માંડવીમાં નગરપાલિકા અને આપણી નવરાત્રીના સંયોજન હેઠળ કાર્નિવલના કાર્યક્રમનું વિશીષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્નિવલે ભારે રંગત જમાવી હતી. 1000 જેટલા કલાકારોએ અલગ અલગ કૃતિઓની પ્રસ્તુતી કરી પોતાની કલાના કામણ પાથરવા સાથે ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્નિવલને નિહાળવા માટે માંડવીના નગરજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કલાકારોની કલાને માણી હતી.

કચ્છી નવા વર્ષની પ્રભાતે નગરપતિ મેહુલ શાહ, પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પિઠડિયા અને અરવિંદ ગોહિલની ઉપસ્થિતીમાં દરીયાદેવનું પુજન શાસ્ત્રોકત વિધીથી કરાયું હતું. નગરપાલિકા રોડ નિર્માણના 1.64 કરોડના વિકાસકાર્યોનું લોકાપર્ણ કરવા સાથે વિરેન્દ્રસિંહ જાડેજાનું સન્માન કરાયું હતુ઼ં.

પૂર્વ પ્રમુખ સુજાતા ભાયાણીના અઢી વર્ષના કાર્યકાળની ગાથા વર્ણવતા પુસ્તકનું વિમોચન કરાયું હતું. તો બોર્ડની પરીક્ષામાં ઝળકેલા તેજસ્વી છાત્રોને સન્માનાયા હતા. ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા 3 ટ્રેકટર અને 3 રીક્ષાની અર્પણવિધી કરાઇ હતી. આપણી નવરાત્રીના આયોજક દેવાંગ દવે, ભરત વેદ, વસંત સાયલ, મુલેશ દોશી, ગોરધન પટેલનું સન્માન કરાયુ઼ હતુ઼. કાર્નિવલમાં ભાગ લીધેલ 18 ગ્રુપના કલાકારોનું રોકડ પુરસ્કારથી સન્માન કરાયું હતું. ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલા, ચંદુ વાડીયા, રેખા દવે, ગંગાબેન સેંઘાણી, રાજેશ કાનાણી, નરેન સોની,કુલદિપસિંહ જાડેજા, વિનુ થાનકી, રાણશી ગઢવી સહિત ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જયેશ ભેદાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...