તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદિપુર- ગાંધીધામ વચ્ચે ખાનગી બસ -બાઇક ટકરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ અને આદિપુર વચ્ચે આવેલા પંચમુખા હનુમાન મંદિર સામેના રોડ પર બાઇક અને મીની ખાનગી લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમા઼ બાઇક સવારને માથાના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું, સદ્દભાગ્યે જાનહાની ટળી હતી,આ અકસ્માતની કોઇ નોંધ આદીપુર પોલીસ ચોપડે ન હોવાનું પીએસઓએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે પુરપાટ જઇ રહેલી જીજે-12-એઝેડ- 9821 નંબરની ખાનગી મીની લક્જરીએ બ્રેક મારતાં પાછળ આવી રહેલી બાઇક પાછળના ભાગે અથડાઇ હતી અને અકસ્માત સર્જાયો હતો. આદિપુરથી ગાંધીધામ જતા ટાગોર રોડ સુધી વાહન ચાલકો બેફામ ગતિએ વાહન ચલાવતા હોવાથી આ રોડ પર અવારનવાર અકસ્માતો સર્જાય છે.

અકસ્માતગ્રસ્ત વાહન
અન્ય સમાચારો પણ છે...