તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડ્રેનેજની લાઈન બેસી, હંગામી જોડાણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ આદિપુરને જોડતા ટાગોર રોડ નજીક રવિવારના સવારથી ગંદા પાણીનો જમાવડો થઈ ગયો હતો. જે અંગે જાણ થતા તંત્ર સ્થળ પર ધસી આવ્યુ હતુ. અને પાંચ કલાકની જહેમત બાદ કામચલાઉ રીતે લીકેજને બંધ કરાયો હતો.

રવિવારે સંકુલના ડીસી 5 વિસ્તારમાં ડ્રેનેજ લાઈન જમીનમાં ધસી જતા ભંગાણ પડ્યાના કારણે ગંદા પાણીનો મારો બહાર ઠલવાતો રહ્યો હતો. જેના કારણે વિસ્તારમાં ગંદા પાણીનું તળાવ ભરાઈ ગયુ હતુ. જેથી સ્થાનીકો અને વાહનચાલકો મચ્છરો, દુર્ગધ અને ભરાવાથી પરેશાન થઈ ઉઠ્યા હતા. તો આ અંગે ફરીયાદો ઉઠતા તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સેનીટૅશન કમીટીના ચેરમેન વિમલેશ શર્મા અને ચીફ ઓફિસર નીતીન બોડાત સહિતના કર્મચારીઓ સ્થળ પર ધસી જઈને પ્રયત્નો આદર્યા હતા. પાંચ કલાકની જહેમત બાદ બેસી ગયેલી લાઈનમાં હંગામી ધોરણૅ રીપેરીંગ કરવામાં આવ્યુ હતુ. પરંતુ કાયમી ધોરણૅ સમાધાન માટે લાઈન નવીજ નાખવી પડૅ તેમ હોવાથી તંત્ર દ્વારા તે મુજબના પગલા ભરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યુ હતુ.

ગંદા પાણીનો જમાવડો અને સ્થળ પર દોડી ગયેલા સુધરાઇના અધિકારીઓ
અન્ય સમાચારો પણ છે...