Home » Kutchh » Gandhidham » Gandhidham - પાણી વિતરણના મુદ્દે હજુ સ્થિતિ થાળે પડવામાં ચાર દિવસ લાગશે

પાણી વિતરણના મુદ્દે હજુ સ્થિતિ થાળે પડવામાં ચાર દિવસ લાગશે

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:24 AM

નર્મદાનું પાણી 17થી 18 એમએલડી આવતા હાલત કફોડી ઢાંકી સ્ટેશન પર મરંમત બાદ પાણી વ્યવસ્થિત રીતે મળતું થશે

  • Gandhidham - પાણી વિતરણના મુદ્દે હજુ સ્થિતિ થાળે પડવામાં ચાર દિવસ લાગશે

    ઢાંકી સ્ટેશન પર ઉભી થયેલી સ્થિતિ પછી મરંમતની કામગીરી સહિતના મુદ્દે પાંચ દિવસ સુધી ગાંધીધામ સહિત કચ્છમાં પાણી નહીં મળે તેવી સ્થિતિ સર્જાઇ હતી. તબક્કાવાર જરૂરીયાત પુરતું પાણી આપવા માટે કરાયેલી વ્યવસ્થાના ભાગરૂપે 17થી 18 એમએલડી પાણી ગાંધીધામમાં આવી રહ્યું છે. જે જુદા જુદા વિસ્તારમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. એકાંતરે પાણી આપવાની વાત તો અગાઉ કાગળ પર થઇ ચૂકી છે પરંતુ ત્રણ દિવસે અપાતા પાણીમાં પણ ફરિયાદો યથાવત રહે છે. પાલિકા દ્વારા જરૂરી કાર્યવાહી કરીને પગલા ભરવામાં આવે છે પરંતુ હજુ પણ સ્થિતિ જોઇએ તેવી વ્યવસ્થિત જણાતી નથી. જરૂર પડ્યે ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવા માટે પણ પાલિકાએ કરેલા આયોજન પછી કેટલાક વિસ્તારોમાં ટેન્કરો પહોંચાડવામાં આવી રહ્યા છે.

    શહેરમાં સામાન્ય રીતે ગાંધીધામને પાણી પુરૂં પાડવા માટે 22થી વધુ વધુ એમએલડી પાણીની જરૂરીયાત છે. તેમ છતાં 18 એમએલડી જેટલું પાણી પ્રથમ દિવસે મળ્યું હતું. જેને લીધે પાલિકાને પાણીના વિતરણમાં મુશ્કેલી પડી હતી. આગોતરા આયોજનના અભાવની ત્રુટીને કારણે પાણીની આ પરીસ્થિતિમાં લોકોની હાલત કફોડી બની રહી છે. પાલિકાના અધિકારી અને પદાધિકારીઓ પુરતા પ્રમાણમાં પાણી મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ઉપરવાસમાં આવતા પાણીની લાઇનમાંથી કેટલુંક પાણી ચોરાઇ જતું હોવાથી આ પાણી ચોરી રોકવા માટે જ્યાં સુધી સઘન આયોજન ન થાય ત્યાં સુધી છેવાડા સુધી પુરતા પ્રમાણમાં પાણી પહોંચાડી શકાય તેવી સ્થિતિ નથી. પાલિકાએ જે તે વિસ્તારમાંથી ફરિયાદ આવ્યા પછી પાણીના ટેન્કર મોકલવાની વ્યવસ્થા વિકલ્પ રીતે તૈયાર કરી છે. જોકે, પાણીના કેટલા ટેન્કર રોજના જાય છે અને અત્યાર સુધી કેટલાક વિસ્તારમાં મોકલવામાં આવ્યા તેની માહિતી મળી શકી નથી. હજુ પરીસ્થિતિને થાળે પડતાં ચારેક દિવસ લાગી શકે તેવી પણ ધારણા સેવવામાં આવીરહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ