• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham - કેપીટીના એક્ઝિ. ઇજનેરનું સસ્પેન્શન પરત ખેચાયું

કેપીટીના એક્ઝિ. ઇજનેરનું સસ્પેન્શન પરત ખેચાયું

કંડલા પોર્ટ ટ્રસ્ટમાં છેલ્લા કેટલાક સમયથી લાંચ લેવા સહિતના મુદ્દે કર્મચારીઓ પર તવાઇ લવાઇ હતી. નવી નોટની જાહેરાત...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:24 AM
Gandhidham - કેપીટીના એક્ઝિ. ઇજનેરનું સસ્પેન્શન પરત ખેચાયું
કંડલા પોર્ટ ટ્રસ્ટમાં છેલ્લા કેટલાક સમયથી લાંચ લેવા સહિતના મુદ્દે કર્મચારીઓ પર તવાઇ લવાઇ હતી. નવી નોટની જાહેરાત સમયે લેવામાં આવેલી કથીત લાંચના મુદ્દે પણ કંડલા પોર્ટનું નામ સમગ્ર દેશમાં ગાજતું થયું હતું. દરમિયાન નબળી કામગીરી અને કોપી સર્ટીફિકેટ આપવાના મુદ્દે એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેનું સસ્પેન્શન આજે પરત ખેંચવાનો હુકમ થયો હોવાની વિગત મળી રહી છે.

જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ઇલેક્ટ્રીકલ વિભાગના એક્ઝિક્યુટીવ ઇજનેર ડી.કે. હાજરા સામે થયેલી ફરિયાદ પછી તત્કાલિન ચેરમેન રવિ પરમાર દ્વારા તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આજે ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયા સાથે વીડીયો કોન્ફરન્સ થકી થયેલી વાતચિત પછી અધિકારીનું સસ્પેન્શન પરત ખેંચાયું છે.

X
Gandhidham - કેપીટીના એક્ઝિ. ઇજનેરનું સસ્પેન્શન પરત ખેચાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App