Home » Kutchh » Gandhidham » Gandhidham - ગાંધીધામના ટ્રક ચાલકની સાંચોરમાં ધોલાઇ

ગાંધીધામના ટ્રક ચાલકની સાંચોરમાં ધોલાઇ

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:24 AM

Gandhidham News - ગાંધીધામથી ટ્રેઈલરમાં કાર્ગોનો જથ્થો લઈને સાંચોર નજીકની ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલા ટ્રેઈલરને થોભાવીને તેના...

  • Gandhidham - ગાંધીધામના ટ્રક ચાલકની સાંચોરમાં ધોલાઇ
    ગાંધીધામથી ટ્રેઈલરમાં કાર્ગોનો જથ્થો લઈને સાંચોર નજીકની ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલા ટ્રેઈલરને થોભાવીને તેના ડ્રાઈવરને કર્મચારીઓ દ્વારા રુપીયાની માંગણી અને તે ન કરાતા માર મારવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીધામથી ટ્રેઈલરમાં જથ્થો લઈને નિકળેલા જગદીશ હરકીશન બીશ્નોઈએ રાજસ્થાનના સાંચોર વિસ્તારના માખુપુરા ચેકપોસ્ટમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની પાસે અઢી હજાર રુપીયાની માંગણી કર્મીઓએ કરીને તે ન આપતા ઢોર માર મારવામાં આવ્યો હોવાની ફરીયાદ દાખલ કરાઈ હતી. અધિકારીઓએ ચેકપોસ્ટ પર તેણે વાહન ઉભુ ન રાખ્યાનો રાગ આલાપવામાં આવ્યો છે. ડ્રાઈવર હાલ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ