Divya Bhaskar

Home » Kutchh » Gandhidham » Gandhidham - પોર્ટ કર્મીઓને એરીયર્સ ચૂકવવા માંગ

પોર્ટ કર્મીઓને એરીયર્સ ચૂકવવા માંગ

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:24 AM

કંડલા સહિતના દેશના મહાબંદરગાહોના અંદાજે 40 હજાર કર્મચારી તથા 2 લાખ નિવૃત કર્મચારીઓને વેજ બોર્ડનું સમાધાન કરવામાં...

  • Gandhidham - પોર્ટ કર્મીઓને એરીયર્સ ચૂકવવા માંગ
    કંડલા સહિતના દેશના મહાબંદરગાહોના અંદાજે 40 હજાર કર્મચારી તથા 2 લાખ નિવૃત કર્મચારીઓને વેજ બોર્ડનું સમાધાન કરવામાં આવ્યું છે. તહેવારોના દિવસોમાં કર્મચારીઓને વેજ બોર્ડનું લગભગ 21 મહિનાનું એરીયર્સનું ચુકવણું કરી દેવામાં આવે તે માટે કંડલા પોર્ટ કર્મચારી સંઘ (ઇન્ટુક) દ્વારા કેન્દ્રના શિપિંગ સચિવ, કંડલા પોર્ટના અધ્યક્ષ વગેરેને રજૂઆત કરવામાં આવી છે. કંડલા પોર્ટના નાણાં વિભાગમાં આ અંગેનો મુસદ્દો તૈયાર કરીને એરીયર્સની ચૂકવણીની ગણતરી માટેની કાર્યવાહી શરૂ કરવા માટે પણ માગણી કરી દેવામાં આવી છે.

    મહાબંદરગાહોના કર્મચારીને બોનસ, પીએલઆરની ચૂકવણી તહેવારો અગાઉ કરી દેવામાં આવે તો કર્મચારી અને તેના પરીવાર ઉજવણી સારી રીતે કરી શકે તે માટે ઇન્ટુક પોર્ટ ફેડરેશનના કાર્યકારી પ્રમુખ મોહનભાઇ આસવાણીએ કેન્દ્રના શિપિંગ સચિવ ગોપાલ કૃષ્ણનને લેખીતમાં રજૂઆત કરી છે. કેન્દ્રના શિપિંગ મંત્રી નીતિન ગડકરી, દીન દયાળ પોર્ટના ચેરમેન સંજય ભાટીયાના સહકારને કારણે મહાબંદરગાહોના 40 હજાર કર્મચારી તથા અંદાજે 2 લાખ જેટલા નિવૃત કર્મચારીઓને વેજબોર્ડે સમાધાન કર્યું છે અને છેલ્લા 10 વર્ષમાં દીન દયાળ પોર્ટ આયાત-નિકાસમાં પ્રથમ સ્થાન મેળવી રહ્યું છે ત્યારે વેજબોર્ડનું અંદાજે 21 મહિનાનું એરીયર્સનું ચુકવણું ઉપરોક્ત તહેવાર પહેલા કરવા દીન દયાળ પોર્ટ ટ્રસ્ટના ચેરમેનને રજૂઆત કરી એરીયર્સની ચુકવણીની ગણતરીના મુસદ્દા તૈયાર કરવા માગણી કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending