Divya Bhaskar

Home » Kutchh » Gandhidham » Gandhidham - ઇલેક્ટ્રીક શોક લગાવી યુવાને આપઘાત કર્યો

ઇલેક્ટ્રીક શોક લગાવી યુવાને આપઘાત કર્યો

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:23 AM

ગાંધીધામ જગજીવન નગરમાં અગમ્યકારણોસર ભરેલા પગલાથી અરેરાટી ક્રાઇમ રિપોર્ટર : ગાંધીધામ શહેરના...

  • Gandhidham - ઇલેક્ટ્રીક શોક લગાવી યુવાને આપઘાત કર્યો
    ગાંધીધામ જગજીવન નગરમાં અગમ્યકારણોસર ભરેલા પગલાથી અરેરાટી

    ક્રાઇમ રિપોર્ટર : ગાંધીધામ

    શહેરના જગજીવનનગરમાં આવેલા ખેડોઇ કેમ્પમાં રહેતા 35 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઇલેક્ટ્રીક શોક દ્વારા આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જગજીવનનગર ખાતે ખેડોઇ કેમ્પ ઝુંપડા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય પેરાજ આત્મારામ ઘચાએ ગત સાંજે 5 વાગ્યાના આરસામાં અગમ્ય કારણોસર પોતાના ઘરે ઇલેક્ટ્રીક ઉપકરણમાં હાથ લગાવી દઇ કરંટ દ્વારા પોતાનું આયખું ટુંકાવ્યું હતું. શોક લાગ્યા બાદ તરત તેને રામબાગ હોસ્પીટલ ખસેડાયા બાદ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બી-ડિવિઝન પોલીસેહાલ સીઆરપીસીની કલમ 174 મુજબ ગુનો દાખલ કર્યો છે આ બનાવમાં તપાસ એએસઆઇ કાનજીભાઇ ગોરસીયા ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ સંકુલમાં છેલ્લા કેટલાક દિવસોથી આપઘાતના બનાવોમાં વધારો થયો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending