Home » Kutchh » Gandhidham » Gandhidham - તુણાથી ઘેટા નિકાસનો મુદો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો

તુણાથી ઘેટા નિકાસનો મુદો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:23 AM

Gandhidham News - મંજુરી પરત ખેંચવા પાછળ બે કારણોનો દાવો

  • Gandhidham - તુણાથી ઘેટા નિકાસનો મુદો હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો
    ઘેટા, બકરાને એક્સપોર્ટ કરવા મુદે કરાઇ હતી તપાસ

    ભાસ્કર ન્યુઝ. ગાંધીધામ

    ઓગસ્ટ મહિનામાં વર્ષોથી તુણા પોર્ટથી ઘેટા, બકરાના થતા એક્સપોર્ટ મુદે રાજ્ય સરકાર સમક્ષ રજુઆત કરાયા બાદ ક્લેક્ટરે આ અંગે તપાસના આદેશ આપી એક્સપોર્ટ કરવા પર ત્યાં સુધી પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આ અંગે જાણે સમગ્ર સરકારી મેકેનીઝમ એક તરફી કામ કરતુ હોય તેમ એમએમડી વિભાગ તરફથી અગાઉ મળેલી મંજુરી પણ તાત્કાલીક ધોરણથી પરત ખેંચી લેવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં કરોડૉનું નુકશાન વેંઠનારા એક્સપોર્ટ, પશુપાલકોએ હાઈકોર્ટમાં આ અંગે ધસી ગયા હતા. જે અંગેની સુનવણી શરુ કરાઈ છે, જેમાં તત્કાલીન પ્રભાવથી જુના નોટીફિકેશનને ક્રોસ કરવાના મુદે એક પક્ષ પ્રસ્તુત કરાયો હતો.

    દરીયો ખેડવાની એડવાન્સ પરવાનગી અપાયા બાદ તત્કાલીન પ્રભાવથી તેને પરત ખેંચી લીધાની જાહેરાત કરી હતી. જે અંગે પોતાનો પક્ષ રજુ કરતા પ્રતિનીધીએ જણાવ્યુ હતુ કે \'બે મત મળ્યા હતા, જે અનુસાર આ નિર્ણય લેવાયો હતો\' કોર્ટે આ અંગેની વધુ સુનવણી આગામી સપ્તાહે કરવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ