Home » Kutchh » Gandhidham » Gandhidham - રાપરમાં ચાર જુગારી 12 હજાર સાથે પકડાયા

રાપરમાં ચાર જુગારી 12 હજાર સાથે પકડાયા

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:20 AM

Gandhidham News - રાપરના ઝુંપડીવાસમાં ઘરના ખુલ્લા આંગણામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ચાર ખેલીને રોકડા રૂ.12,200 સાથે રાપર પોલીસે...

  • Gandhidham - રાપરમાં ચાર જુગારી 12 હજાર સાથે પકડાયા
    રાપરના ઝુંપડીવાસમાં ઘરના ખુલ્લા આંગણામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ચાર ખેલીને રોકડા રૂ.12,200 સાથે રાપર પોલીસે બાતમીના આધારે પકડી ગુનો નોંધ્યો હતો. આ બાબતે રાપર પોલીસ મથકના ઇનચાર્જ પી.એસ.આઇ. પી.એસ.નાંદોલીયાએ જણાવ્યા અનુસાર રાપરના ઝૂંપડીવાસમાં ઘરના આંગણામાં પત્તાનો જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીના આધારે રેઇડ કરતા ચાર ઇસમો કાન્તીલાલ ગોરધન સોની રહે. ઝૂંપડીવાસ, રાપર , પ્રવિણ ત્રિભોવન સોની રહે.મોટોવાસ, રાપર, અશ્વિન ગોવિંદભાઇ બાવાજી રહે.સમાવાસ,રાપર, ભરત નારણજી સોની રહે. અયોધ્ધયા પુરી શેરી નં.3, રાપરને 12200ના મુદ્દામાલ સાથે પકડી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ