Home » Kutchh » Gandhidham » Gandhidham - સેવા સેતુના ચોથા તબક્કામાં નિરસતા જોવા મળી

સેવા સેતુના ચોથા તબક્કામાં નિરસતા જોવા મળી

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:18 AM

પારદર્શકતા નગરપાલિકા વોર્ડ નં. 11, 12 અને 13નું આયોજન : 631 પૈકી 584 અરજીના નિકાલનો દાવો સભ્યોએ ખપ પુરતી હાજરી...

  • Gandhidham - સેવા સેતુના ચોથા તબક્કામાં નિરસતા જોવા મળી
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ગાંધીધામ નગરપાલિકા દ્વારા સરકારની સૂચનાના પગલે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજે વોર્ડ નં. 11, 12 અને 13 માટે કરાયેલી કામગીરીમાં કુલ 631માંથી 584 અરજીનો નિકાલ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. મા અમૃતમ કાર્ડની કેટલીક અરજીઓ ટેકનીકલ કારણોસર અટકી હતી. દિવસ દરમિયાન ચાલેલા આ કાર્યક્રમમાં આવકના દાખલામા સહી કરાવવા માટે કેટલાક નગરસેવકોએ ખપ પુરતી હાજરી આપી હતી. જ્યારે કેટલાક તો ડોકાયા પણ ન હતા. એકંદરે કાર્યક્રમમાં નિરસતા જોવા મળી હતી.

    સરકારના કાર્યક્રમને અનુસંધાને પાલિકા દ્વારા કરવામાં આવતા આયોજનમાં એક યા બીજા કારણોસર કેટલીક વખત પ્રશ્નો ઉભા થતા હોય છે. સેવા સેતુના રાઉન્ડમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા સમાન થયું હતું. પહેલા જ આયોજનમાં ભાજપની ભવાઇ બહાર આવી હતી. જેમાં ભાજપના સભ્યો જિલ્લા ભાજપના પ્રમુખના દરબારમાં હાજરી પુરાવવા ચાલ્યા જતાં આવકના દાખલામાં સહીનો પ્રશ્ને ઉહાપોહ થયો હતો. દરમિયાન આજે પણ મહેશ્વરી મેઘવાળ સમાજવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જોવામાં આવે તો સરકારી રાહે કામગીરી કરી દેવામાં આવી હતી. અને કાર્યક્રમ આટોપી લેવામાં આવ્યો હોય તેવું ચિત્ર ઉપસતું હતું. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પ્રમુખ કાનજીભાઇ ભર્યા, માજી પ્રમુખ ગીતાબેન મ્યાત્રા, જે.પી. મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા.

  • Gandhidham - સેવા સેતુના ચોથા તબક્કામાં નિરસતા જોવા મળી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ