Divya Bhaskar

Home » Kutchh » Gandhidham » Gandhidham - સેકટર-1/એ માંથી 5 હજારના શરાબ સાથે એક શખસ પકડાયો

સેકટર-1/એ માંથી 5 હજારના શરાબ સાથે એક શખસ પકડાયો

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:16 AM

પોલીસે શરાબના ધંધાર્થીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી કીડાણા ભુકંપનગરમાંથી રૂ.4,100 નો શરાબ પકડાયો આરોપી ફરાર

  • Gandhidham - સેકટર-1/એ માંથી 5 હજારના શરાબ સાથે એક શખસ પકડાયો
    ગાંધીધામ બી-ડીવિઝન પોલીસે બાતમીના આધારે સંકુલમાં બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા જેમાં સેક્ટર 1/એમાં રહેણાકના મકાનમા઼થી રૂ.4,900 ના અંગ્રેજી શરાબ સાથે એકની અટક કરી હતી , તો કીડાણાના ભુકંપનગરમાં દરોડા દરમીયાન રૂ. 4,150 નો શરાબ મળી આવ્યો હતો પરંતુ દરોડા દરમીયાન આરોપી ફરાર થયો હતો.

    આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના વુમન એ.એસ.આઇ. પુષ્પાબેન જે. લીંબાચીયા એ જણાવ્યું હતુ કે પેટ્રોલીંગ દરમિયાન બી-ડિવિઝન પોલીસ મથકની ટીમને મળેલી બાતમીના આધારે સેક્ટર 1/એમાં આવેલા આઇ.બી.પેટ્રોલપમ્પ પાસે આવેલા મકાનમાં દરોડો પાડી શહેરના પોષ વિસ્તારમાં રહેતા આરોપી 25 વર્ષીય પ્રકાશ કિશનભાઇ રાણાને પોતાના રહેણાંક મકાનમાંથી રૂ.4,900 ની કિંમતની 14 બોટલો સાથે પકડી પાડ્યો હતો. તો કીડાણા સોસાયટીના ભુકંપનગર વિસ્તારમાં રહેતા સાહિલ અનવરભાઇ પઠાણના ઘરે દરોડો પાડી રૂ.3,850 ની કિંમતની વિદેશી શરાબની 11 બોટલ અને રૂ.300 ની કિંમતના બીયરના 3 ટીન એમ કુલ રૂ.4,150 ની કિંમતનો શરાબનો જથ્થો મળી આવ્યો હતો પરંતુ દરોડા દરમિયાન આરોપી સાહિલ ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે. બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ડી.વી.રાણાના માર્ગદર્શન હેઠળ આ કામગીરીમાં એએસઆઇ પુનમ મહેશ્વરી, હેડકોન્સટેબલ રામદેવસિંહ ઝાલા, કીશન વાઢેર, ગલાલભાઇ પારગી, કોન્સટેબલ માલદે વાળા, રાજદિપસિંહ ઝાલા, રાજા હીરાગર, રવિરાજ પરમાર સહિતની ટીમ જોડાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending