• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham - દરેક કન્ટેનરમાંથી સેમ્પલ લઈને તેનું ટેસ્ટીંગ કરાશે

દરેક કન્ટેનરમાંથી સેમ્પલ લઈને તેનું ટેસ્ટીંગ કરાશે

રેવન્યુ એજન્સીએ નમૂનાની પ્રક્રિયા હાથ ધરી નિવેદનો લઈને ભુતકાળના કન્સાઈમેન્ટોની પણ તપાસ

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:16 AM
Gandhidham - દરેક કન્ટેનરમાંથી સેમ્પલ લઈને તેનું ટેસ્ટીંગ કરાશે
ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટૅલીજન્સની અમદાવાદ શાખાના ઈનપુટના આધારે ગત સપ્તાહે દુબઈથી આવેલા દોઢસો જેટલા કન્ટૅનરોને ક્લીયર થતા રોકી દેવામાં આવ્યા હતા. મીસડિક્લેરેશનની શંકાના આધારે એજન્સી દ્વારા હવે તમામ કન્ટૅનરોમાંથી સેમ્પલ લઈને તેનું ટૅસ્ટીંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. માત્ર કરોડૉના જથ્થાની નહિ પરંતુ પોલીસી લેપ્સની સંભાવના વચ્ચે પણ આ પ્રકરણ પર સબંધીતોની મીટ મંડાયેલી છે.

કસ્ટમ વેરહાઉસમાં રખાયેલા દોઢસો કન્ટૅનરોમાંથી દરેકમાંથી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ લાંબી ચાલનારી પ્રક્રિયા હોવાથી અને તેની તપાસ સ્વતંત્ર રીતે થનારી હોવાથી સમય માંગી લે તેવી રહેશે તેમ આંતરીક સુત્રોએ જણાવ્યુ હતુ. આ અંગે કંડલા કસ્ટમની લેબોરેટરીમાંથી અગાઉ સેમ્પલીંગ કરવામાં ક્લીયર કરાયુ હતુ. જે અંગે તેમના અધિકારીને પુછતા તેમણે ઉઠતા વિવાદો અંગે ઈંકાર કરીને કોઇ નિવેદન આપવાથી કે પક્ષ રાખવાની ઈંકાર કર્યો હતો. ડીઆરઆઈ દ્વારા હાથ ધરાયેલી આ તપાસનું પ્રકરણ પકડાયેલા જથ્થાની રીપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે ત્યારે માત્ર આ કન્સાઈમેન્ટ નહિ પરંતુ આ સાથે થતા અન્ય ઘણા કન્સાઈમેન્ટો પર આ નિર્ણય અસરકર્તા રહેશે તેવું જાણકાર વર્તુળોનું કહેવુ છે.

કસ્ટમ્

ભ્રષ્ટમ્

X
Gandhidham - દરેક કન્ટેનરમાંથી સેમ્પલ લઈને તેનું ટેસ્ટીંગ કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App