તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર ટેન્કરમાં અથડાતાં દબડાના એક યુવાનનું મોત : એક અતિ ગંભીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના બસ સ્ટેશનના આઉટગેટ સામે પુરપાટ આવી રહેલી ઇનોવા વરસાદને કારણે પાણી ભરાયેલા ખાડાને બચાવવા જતાં કંટ્રોલ ન થતાં આગળ ઉભેલા ટેન્કરમાં અથડાઇ જતાં દબડાના ૧૬ વર્ષીય કિશોરનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તો તેની સાથે રહેલા દબડાના જ ૧૯ વર્ષીય યુવાનને અતિ ગંભીર ઇજાઓને કારણે પહેલાં ભુજ ખાની હોસ્પીટલ લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. અંજાર તાલુકાના દબડા ગામે રહેતા અંજારના અગ્રણી ટ્રાન્સપોર્ટરનો અંદાજે ૧૬ વર્ષીય પુત્ર દિપ જગદિશભાઇ હડિયા અને ૧૯ વર્ષીય કલ્પેશ ઇશ્વરભાઇ બારોટ પોતાની ઇનોવા કાર લઇ પુરપાટજઇ રહ્યા હતા ત્યારે ગાંધીધામ બસ સ્ટેશનના આઉટગેટ સામે વરસાદને કારણે પાણીથી ભરેલા ખાડાને બચાવવા જતાં કાર કન્ટ્રોલમાં ન રહેતા આગળ ઉભેલા ટેન્કરમાં ધડાકાભેર અથડાઇ હતી જેમાં દિપનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું તો તેની સાથે રહેલા ૧૯ વર્ષીય કલ્પેશને અતિ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં ઇમરજન્સી સેવા ૧૦૮ દ્વારા ભુજ ખાનગી હોસ્પીટલ ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે તેને રાજકોટ લઇ જવામાં આવ્યો છે. સાંજે થયેલા આ ગમખ્વાર અકસ્માતની પ્રાથમીકવિગતોપોલીસેને મળી શકી છે. આ અકસ્માત પગલે બન્ને પરિવાર તેમજ ગામ લોકોમાં માતમ છવાયો હતો.ઇજાગ્રસ્ત કલ્પેશને લઇ સારવાર અર્થે લઇ જનાર ૧૦૮ ઇમરજન્સી સેવાના ઇએમટીના જણાવ્યા મુજબ કલ્પેશની હાલત ખુબ નાજુક છે. વરસાદી પપાણીથી ભરાયેલા ખાડાએ તેમજ ગાડીની ગતિ પણ આ અકસ્માત માટે જવાબદાર બની છે.

અન્ય સમાચારો પણ છે...