તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

22 પાડા અને 3 અન્ય જીવોને ગામના જીવદયા પ્રેમીએ બચાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામખિયાળી ટોલનાકા પાસે મધરાતે પોણા વાગ્યાના આરસામાં ગામના જીવદયા પ્રેમીઓએ ટ્રકમાં કતલખાને લઇ જવાતા ૨૫ અબોલજીવોને બચાવી લીધા હતા અને પાંજરાપોળ મુકી દેવાયા હતા તો ટ્રક ચાલક બોલેરો ગાડીમાં બેસી નાસી ગયો હતો, સામખિયાળી પોલીસે નાસી ગયેલા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસહાથ ધરી છે.

આ બાબતે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, સામખિયાળી ટોલ પ્લાઝા પાસે બાતમીના આધારે વોચમાં રહેલા સામખિયાળી ગામના જીવદયાપ્રેમી જયેશભાઇ માદેવાભાઇ મઢવી અને તેમની ટીમે ટોલ પ્લાઝા પાસે જીજે-૧૨-વાય-૮૪૧૧ નંબરની ટ્રકને ઉભી રખાવી ચેક કરતાં ટ્રકમાં ૨૨ પડા અને ત્રણ અન્ય અબોલ જીવો બાંધેલી હાલતમાં મળી આવતાં ચાલકની પુછપરછ શરૂ કરી હતી પરંતુ ટ્રકચાલક જીજે-૧૨-બીએફ-૬૮૪૪ નંબરની બોલેરો ગાડીમાં બેસી નાસી છુટ્યો હતો. જીવદયા પ્રેમીઓએ સામખિયાળી પોલીસને જાણ કરી હતી. પોલીસે ટ્રક કબજે કરી નાસી ગયેલા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.બચાવેલા ૨૫ અબોલ જીવોને પાંજરાપોળ લઇ જવાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસો પહેલાં જ ભચાઉ નજીક આવેલી આરટીઓની ચેકપોસ્ટ પાસેજ ટ્રક બંધ થઇ જતાં તે ટ્રકમાંથી ૩૯ પાડાઓને ગોંધી કતલ ખાને લઇ જવાતા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં પાંચ પાડાના ગુંગળાઇને મોત નિપજ્યા હતા અને ૩૫ પાડાઓને બચાવી લેવાયા હતા.ભચાઉઅનેસામખિયાળી વચ્ચે અબોલ જીવલોને કતલખાને લઇ જવાની પ્રવૃતિ મોટા પ્રમાણમાં ચાલીરહીછે તેમાંજીવદયા પ્રેમીઓના કહેવા મુજબ ખાસ શિકારપુરમાં આ પ્રવૃતિ જોરશોરથી ચાલીરહી છે જો પોલીસ જાગેઅને સક્રિય થાય તો આ પ્રવૃતિ રોકાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...