તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાથરૂમમાં રાખેલા ૬૩,૦૦૦ ના શરાબ સાથે એક પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગળપાદરમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં બાતમીના આધારે ત્રાટકેલી પુર્વ કચ્છ એલસીબીની ટીમે શરાબના ધંધાર્થીને બાથરૂમમાં રાખેલા રૂ.૬૩,૦૦૦ ના શરાબના જથ્થા સાથે પકડી લીધો હતો. પકડાયેલા આરોપીએ આ શરાબનો જથ્થો રાપરના હમીરપરગામના શખસે પોતાના માણસ સાથે કારમાં મોકલેલો હોવાની કબુલાત આપી હતી.

આ બાબતે વિગતો આપતાં એલસીબી પીઆઇ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, ગળપાદરમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતો હિતેષ કરભા ગઢવી પોતાના મકાનમાં શરાબ રાખી વેચાણ કરી રહ્યો છે.

આ બાતમીના આધારે અમારીટીમે જઇ દરોડો પાડતાં હિતેષને કોર્ડન કરી પકડી લીધો હતો અને તેના ઘરની તલાશી લેતાં બાથરૂમમાં રાખેલી રૂ.૬૩,૦૦૦ ની કિંમતની ૧૮૦ બોટલ અંગ્રેજી શરાબની સીલ બંધ મળી આવી હતી. પકડાયેલા આરોપીએ પ્રાથમિક પુછપરછમાં આશરાબનો જથ્થો રાપર તાલુકાનાહમીરપર ગામના ભરતસિંહ જાડેજાએ તેના માણસ પુનાભાઇ ભરવાડ સાથે કારમાં મોકલ્યોહોવાની કબુલાત આપી હતી. આરોપીના રૂ.૫૦૦ ની કિંમતના મોબાઇલ સહિતનો કબજો લઇ વધુ તપાસ માટે એ-ડિવિઝન પોલીસ મથકને સોંપ્યો છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ સાથે પીએસઆઇ એમ.એસ.રાણા, એએસઆઇ પ્રવિણ પલાસ, હરપાલસિંહ જાડેજા, હેડકોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, પ્રહલાદસિંહ ચુડાસમા, રાજેન્દ્ર પરમાર, કોન્સ્ટેબલ બલભદ્રસિંહ જાડેજા અને હરપાલસિંહ ઝાલા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...