સામખીયાળીમાં 5 ખેલીઓ 3.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામખીયાળીના જુના બસ સ્ટેશનની પાસે ખુલ્લી જગ્યા પર તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ ખેલીઓને રોકડા રૂ.3,500 તથા મોબાઇલ, મોટરસાઇકલ અને જીપ સહિત રુ.3,24,500 ના મુદ્દામાલ સાથે પકડી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ બાબતે પીએસઆઇ બી.ડી.ઝીલરીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અમારી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે સામખીયાળીના જુના બસ સ્ટેશન પાસે દરોડો પાડતાં ત્યા ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ભચાઉના શહેબાઝ રફીક કુરેશી, સામખીયાળીના દિપક વિનાયકભાઇ જોશી,કાનજી તમાચીભાઇ મકવાણા, લલીયાણાના રણુભા કાથુભા જાડેજા અને રાપરના મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને રોકડા રૂ.3,500, રૂ.15,000 ની કિંમતના પાંચ મોબાઇલ અને રૂ.3,00,000 લાખની કિંમતની તૂફાન જીપ સહિત કુલ રૂ.3,24,500 ના મુદ્દામાલ સાથે પકડી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

જુના બસ સ્ટેશન પાસેથી 3500 રોકડા, 6 હજારના પાંચ મોબાઇલ, 1 બાઇક અને એક કાર પોલીસે કબજે કરી
જુના બસ સ્ટેશન પાસે જુગાર રમતા પકડાયેલા પાંચ ખેલાડીઓને પોલીસ મથકે લાવી કાન પકડાવી મથકે બેસાડાયા હતા તે વેળાની તસવીર.

અન્ય સમાચારો પણ છે...