તુણાથી આજે ઘેટા ભરેલા વેસલ ગલ્ફદેશો માટે જશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીવીતી પશુઓને એક્સપોર્ટ કરવાની પોલીસી અંગે લાંબા સમયથી મુદાઓ ચર્ચામાં રહ્યા છે ત્યારે શીપીંગ મંત્રાલય દ્વારા ઘેટાઓના એક્સપોર્ટને કંડલા, તુણા પોર્ટથી ગલ્ફ દેશોમાં એક્સપોર્ટ અંગે લીલીઝંડી અપાતા આજે જીવીત પશુઓ ભરેલુ વેસલ રવાના થશે. આ અંગે જીવ દયા પ્રેમીઓમાં રોષની લાગણી જન્મી રહિ છે, તો અખીલ ભારતીય સંસ્ક્રુતિ રક્ષક દળૅ વિરોધ પણ નોંધાવ્યો છે.

કેંદ્ર સરકારના શીપીંગ મંત્રાલય દ્વારા ગત તા.03/08 ના નોટીફીકેશન જાહેર કરીને ઓલ ઈન્ડીયા સેઈલીંગ વેસલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરાયેલી માંગણીને માન્ય રાખીને જીવીત 10 હજાર ઘેટા, બકરાને એક્સપોર્ટ કરવા માટેની પરવાનગી અપાઈ હોવાની વાત ફેલાતી થઈ હતી. જે તા.06/08 ના કંડલા, તુણા પોર્ટથી રવાના થવાનો હોવાની વાત વહેતી થઈ હતી. જે અંગે પોર્ટના ટ્રાફીક મેનેજર ક્રુપાસ્વામીનો સંપર્ક કરતા તેમણૅ બાબતને સમર્થન આપી જણાવ્યુ હતુ કે સંપુર્ણ પરવાનગીઓ સાથે ઘેટાઓ ગલ્ફ દેશોમાં રવાના થવાના છે પરંતુ તેની ચોક્કસ સંખ્યા તેવો જણાવી શક્યા નહતા. આ અંગે વિરોધ નોંધાવતા અખીલ ભારતીય સંસ્ક્રુતિ રક્ષક દ્વારા જણાવાયુ હતુ કે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા જેવા દેશો જીવીત પશુઓના એક્સપોર્ટ પર પ્રતિબંધ મુકિ ચુક્યા છે ત્યારે અહિંસાને આદર્શ માનતા દેશ દ્વારા આની પરવાનગી અપાતા રોષની લાગણી જન્મી છે.

અન્ય સમાચારો પણ છે...