ટ્રાફિક આઉટ ડોર વિંચમેન સહિતની કેટેગરીમાં સહમતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશના મહાબંદર પર કામ કરતા વર્ગ 3 અને 4ના કામદારોની વિિવધ કેટેગરીઓના કામ તથા જવાબદારી આધારીત વર્ગીકરણ કરી તેઓને તે પ્રકારના પગાર સ્કેલ આપવા નિમાયેલી અફઝલપુરકર કમીટીમાં કેટલીક ભલામણનો અમલ થયો હતો. જ્યારે કેટલાકમાં મડાગાંઠ પડી હતી. દરમિયાન કેટલીક કેટેગરીની ભલામણો માટે આજની બેઠકમાં સહમતિ આપવામાં આવી છે.

નવી દિલ્હી ખાતે યોજાયેલી કમીટીની બેઠકમાં મીનીસ્ટ્રીયલ સ્ટાફ (ક્લેરીકલ) ટ્રાફિક આઉટ ડોર, ફાયર સર્વિસ, ક્રેન ડ્રાઇવર, વિંચમેન, સિંગલ મેન, પેરા મેડીકલ કેટેગરીને ભલામણ અનુસાર વર્ગીકરણ કરી યોગ્ય પગાર સ્કેલ આપવા માટે સહમતિ સધાઇ હતી. શિપિંગ મંત્રાલયમાં આ ભલામણ મોકલવામાં આવશે અને ત્યાંથી જરૂરી હૂકમ કરવામાં આવશે. જે તે બંદર પર તેનો અમલ કરવામાં આવશે. જેના કારણે ઉપરોક્ત કેટેગરીના કર્મચારીઓને લાંબા સમયથી વણઉકેલ મામલાનો અંત આવશે અને લાભ મળશે તેમ ફેડરેશનના પ્રમુખ હનીફ મહોમદ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તેઓએ આ અંગેની માહિતી યુનિયનના મહામંત્રી મનોહર બેલાણીને આપી હોવાનું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...