તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રી હોલ્ડ -ટ્રાન્સફર ફી મુદ્દે ચેમ્બર લડતના મુડમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ સંકુલને સ્પર્શતા ફ્રી હોલ્ડના પ્રશ્ને ગાંધીધામ ચેમ્બરના પ્રમુખના અધ્યક્ષસ્થાને ચેમ્બર ભવનમાં શહેરની સ્વૈચ્છીક વેપારી સંસ્થાઓ, એસોસિએશનના પ્રતિનિધિઓ, દરેક સમાજના આગેવાનોની બેઠક યોજી સૂચન મેળવવામાં આવ્યા હતા. ફ્રી હોલ્ડ અને ટ્રાન્સફર ફી મુદ્દે થયેલા સૂચન મુજબ ચેમ્બરની આગેવાનીમાં યોગ્ય રજૂઆત કે લડત આપવા એકીઅવાજે નક્કી કરવામાં આવ્યું હતું. ડીપીટીના ચેરમેન જે દિવસે હાજર હોય ત્યારે મૌન રેલી કાઢી આવેદન પત્ર આપવા નિર્ણય લેવાયો છે.

ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ દિનેશ ગુપ્તા દ્વારા આ બેઠક યોજવા અંગેનો ઉદ્દેશ્ય જણાવી શહેરના ફ્રી હોલ્ડ અને ટ્રાન્સફર ફીના મુદ્દે યોગ્ય સ્તરે રજૂઆત કરવાનો અને તેનો સુખદ નિરાકરણ લાવવાનો ઉદ્દેશ્ય હોવાનું જણાવ્યું હતું. શહેરની તમામ સંસ્થાઓ અને સમાજ આ સહભાગી કાર્યમાં એક બની આ લડતમાં પોતાનું યોગદાન આપી સહભાગી બને તેમજ આગામી દિવસોમાં તે સંદર્ભે ઉપર કાર્યવાહી કરવા માટે પણ આ બેઠક બોલાવી હોવાની માહિતી આપી હતી. ચર્ચા વિચારણમાં ઉપસ્થિત આગેવાનો પોતાના પ્રતિભાવમાં જણાવ્યા મુજબ ગાંધીધામ સંકુલની લીઝ હોલ્ડ જમીનને ફ્રી હોલ્ડમાં રૂપાંતર કરવાની પ્રક્રિયામાં અમુક અડચણોને કારણે આવા પ્લોટ કે રહેણાંક મકાનો ફ્રી હોલ્ડ કરવામાં મુશ્કેલી સામે આવી રહી છે ત્યારે આવી મનમાની ત્રાસમાંથી મુક્તિ મેળવવા અને તેની સામે ઉગ્ર લડત કરવાનો સમય પાકી ગયો હોય તેવો સૂર આ બેઠકમાં વ્યક્ત કરાયો હતો. બેઠકમાં ઉપસ્થિત વિવિધ સંગઠનો તેમજ સમાજના સભ્યો, આગેવાનો દ્વારા ફ્રી હોલ્ડ અને ટ્રાન્સફર ફી મુદ્દે ચેમ્બરની આગેવાનીમાં યોગ્ય લડત કરવામાં આવે તો સૌનું સમર્થન અને સહકાર હોવાનું એક અવાજ વ્યક્ત કર્યું હતું. સાથો સાથે આ લડતને જ્યાં સુધી સંપૂર્ણ સફળતા અને હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધી ચાલુ રાખવા અપીલ કરાઇ હતી. ઘણા વર્ષોની લાંબી લડત અને યાતના બાદ શહેરની રહેણાંક જમીનને ફ્રી હોલ્ડમાં રૂપાંતર કરવાની મંજુરી મળી છે પણ આ લડતને અધૂરી છોડવામાં આવતાં પૂર્ણ સફળતા મળતી ન હોવાનો સૂર બેઠકમાં વ્યક્ત કરાયો હતો. જેથી આ લડત નક્કર પરીણામ લક્ષી બનાવા અપીલ કરાઇ હતી. ચેમ્બર દ્વારા સમગ્ર મામલે આવેદનપત્ર તૈયાર કરવામાં આવશે. જેમાં શહેરની તમામ વેપારી- સ્વૈચ્છીક સંસ્થા, દરેક સમાજના આગેવાને આગળ આવે તેવી પણ અપીલ કરાઇ હતી. જેને સૌએ સમર્થન આપ્યું હતું. ડીપીટીના ચેરમેન અહીં હેડ ક્વાર્ટરમાં ઉપસ્થિત હોય ત્યારે મૌન રેલી યોજી આવેદનપત્ર આપવા પણ નક્કી કરાયું છે તેમ ચેમ્બરના માનદમંત્રી આશિષ જોશીએ જણાવ્યું હતું.

ચેમ્બરના હોલમાં યોજાયેલી મીટિંગ
અન્ય સમાચારો પણ છે...