Home » Kutchh » Gandhidham » ગાંધીધામમાં એક પરિવારે યુવાનને લાકડીથી ફટકાર્યો

ગાંધીધામમાં એક પરિવારે યુવાનને લાકડીથી ફટકાર્યો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:35 AM

ગાંધીધામના ભારતનગરમાં વાલ્મીકી સોસાયટી ખાતે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી એક પરિવારે યુવાનને માર માર્યો હોવાની...

  • ગાંધીધામમાં એક પરિવારે યુવાનને લાકડીથી ફટકાર્યો
    ગાંધીધામના ભારતનગરમાં વાલ્મીકી સોસાયટી ખાતે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી એક પરિવારે યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

    આ બાબતે વર્ષામેડી ટાઉનશીપ-2ના પ્લોટ નંબર 48માં રહેતા 39 વર્ષીય મુકેશભાઇ ઇશ્વરભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, ભારતનગર વાલ્મીકી સોસાયટી પાસે હતો ત્યારે ત્યાં જ રહેતા કપુર ઢાંકા, કપી ઢાંકા, સચીન ઢાંકા, બબલીબેન ઢાંકા અને છોટી ઢાંકાએ પોતાના દિકરા સાથે થયેલા અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી માં બેન સામે ભુંડી ગાળો આપી લાકડી તથા પાઇપ વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. એ-ડિવિઝન પોલીસે આરોપીઓ વિરૂધ્ધ આઇપીસીની કલમ 323,325,504,506(2), 114 તથા જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ