• Home
  • Kutchh
  • Gandhidham
  • ગર્ભવતી મહિલાની સાથે અમાનુષી વર્તન કરનાર કર્મીને સસ્પેન્ડ કરો

ગર્ભવતી મહિલાની સાથે અમાનુષી વર્તન કરનાર કર્મીને સસ્પેન્ડ કરો

ભુજમાં પોલીસની શરમજનક કામગીરીનો પડઘો ગાંધીધામમાં ગાંધીધામ ફલાહુલ મુસ્લેમીન સંગઠને ગાંધીધામ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:35 AM
ગર્ભવતી મહિલાની સાથે અમાનુષી વર્તન કરનાર કર્મીને સસ્પેન્ડ કરો
ભુજમાં પોલીસે ગર્ભવતી મહીલા સાથે કરેલા અમાનુષી વર્તન કર્યા બાદ અનેક રજુઆતો છતાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે કોઇ પગલાં ન લેવાતાં આ બનાવનો પડઘો ગાંધીધામમાં પડ્યો છે જેમાં ગાંધીધામ ફલાહુલ મુસ્લેમીન સ઼સ્થાના આગેવાનો સાથે સમાજના લોકોએ ગાંધીધામ મામલતદારને આવેદન પાઠવી ઉગ્ર રજુઆતો કરી હતી.

આ રજુઆતમાં તેમણે જણાવ્યું હતું કે, 19 જુલાઇના ભુજના સંજોગનગર વિસ્તારમાં રહેતા મજીદ આદમ થેબા અને તેની ગર્ભવતી આશીયાના મજીદ થેબા ઉપર પોલીસની ટીમ ત્રાટકી હતી ત્યાર બાદ મજીદ પર તૂટી પડી હતી તેને બચાવવા વચમાં તેની ગર્ભવતી પત્ની પડી તો તેને પણ મુઢ માર મારવામાં આવ્યો હતો જેને લીધે હોસ્પીટલ સારવાર અર્થે ખસેડાઇ હતી ત્યાર બાદ મજીદને તે જ રાત્રે પોલીસ ઉપાડી ગઇ હતી જે કયાં છે તે ખ્યાલ નથી અને એ-ડિવિઝન પોલીસ મથકની બહાર પણ તેની ગર્ભવતી પત્નીને માર મારવામાં આવયો હતો જે પોલીસ મથકના સીસી ટીવી ફૂટેજમાં કેદ થઇ છે ત્યારે તાત્કાલીક અસરથી ગર્ભવતી મહીલા સામે અમાનુષી વર્તન કરનાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને ગુમ થયેલા ગર્ભવતી મહીલાના પતિ મજીદને શોધી આપવામાં આવે, જો ન્યાય નહીં મળે તો ના છુટ કે ગાંધીચીંધ્યા માર્ગે જવાની ચીમકી પણ આપી હતી

X
ગર્ભવતી મહિલાની સાથે અમાનુષી વર્તન કરનાર કર્મીને સસ્પેન્ડ કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App