Divya Bhaskar

Home » Kutchh » Gandhidham » શિકારપુર પાસે કોલસાની 170 બોરી સાથે બે ઈસમની અટકાયત

શિકારપુર પાસે કોલસાની 170 બોરી સાથે બે ઈસમની અટકાયત

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:35 AM

પુર્વ કચ્છ વન વિભાગ ભચાઉની ટીમે ટેમ્પા સહિત કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

  • શિકારપુર પાસે કોલસાની 170 બોરી સાથે બે ઈસમની અટકાયત
    ભચાઉ તાલુકાના શીકારપુર ચાર રસ્તા પર વોચમાં ઉભેલી વન વિભાગની ભચાઉ રેન્જની ટીમે ગેરકાયદેસર કોલસાની 170 બોરી લઇ જઇ રહેલા ટેમ્પો સાથે બે ની અટક કરી ટેમ્પો સહિત કુલ રૂ.4,00,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, પુર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક પ્રવીણસિંહ વિહોલને મળેલી પુર્વ બાતમીના આધારે ભચાઉ રેન્જની વન વિભાગની ટીમ વોચમાં હતી ત્યારે શિકારપુર હાઇવે ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહેલા જીજે-24-યુ-3071 નંબરના ટેમ્પોને ઉભો રાખી નવાગામ, ભચાઉના રહેવાસી ટેમ્પો ચાલક અને રાધનપુર કુંભાણાનો રહેવાસી તેનો મદદગાર મેઠાજી બાલુજી ઠાકોરને ટેમ્પોમાં રહેલી લાકડીયા કોલસાની 170 બોરી બાબતે આધાર પુરાવા માંગતાં તેમની પાસે ન હોવાથી ટેમ્પો સહીત કુલ રૂ.4,00,000 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં ભચાઉ વીભાગના આર.એફ.ઓ. ગણપત પટેલ, ખીમજી કોલી, પ્રભુભાઇ કોલી, શાનગર ગુંસાઇ, નારાણભાઇ કોલી અને ભાવેશભાઇ ચાવડા સહીતના વનકર્મીઓ જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending