તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંડલાને પારાદીપ પોર્ટ પછાડી શકે છે?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતત 11 વર્ષથી દેશના મેજર પોર્ટમાં નંબર 1 નું સ્થાન મેળવનાર કંડલા પોર્ટ સામે હાલ કાયમી ચેરમેન સહીતના વિવિધ પડકારો ઉભા હોવાના કારણે જુદી જુદી અસરો પડી રહી છે. બીજી તરફ દીનદયાલ પોર્ટની સામે હરીફાઇમાં પારાદીપ પોર્ટ પણ કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રે આગળ ધપી રહ્યું હોવાથી નંબર 1 નો ખિતાબ આગામી દિવસોમાં જોખમમાં મુકાય તે પહેલા જ દીનદયાલ પોર્ટના સત્તાધીશોએ જાગવાની જરૂર છે. એપ્રીલથી જુલાઇ સુધી થયેલા કાર્ગો હેન્ડલમાં કંડલા પોર્ટએ 39 એમએમટી અને પારાદીપ પોર્ટએ 35.7 એમએમટી કાર્ગો હેન્ડલ કર્યો છે. અંદરોઅંદરની ખટપટ અને નીતિ વિષયક નિર્ણયો ન લેવાતા ઘણી બધી અસરો પડી શકે એમ છે.

કંડલા પોર્ટ વિકાસની ગતિએ આગળ ધપી રહ્યું છે. દર વર્ષે નવા નવા કીર્તીમાન સ્થાપીત કરીને કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રે નમુનેદાર કામગીરી કરી રહ્યું છે. ખાટલે મોટી ખોટ એ છે કે હાલ કાયમી સેનાપતિ એટલે કે ચેરમેન ન હોવાના કારણે ઘણાબધા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ચાર્જમાં રહેલા ચેરમેન સંજય ભાટીયા પાસે મુંબઇ પોર્ટનો હવાલો હોવાથી વધુ કામગીરી પ્રત્યે તેઓ ત્યાં જ વધુ ધ્યાન આપી રહ્યા હોય તેમ છે. અહીં તો માત્ર વીડીયો કોન્ફરન્સ કે બોર્ડ મીટીંગ સમયે જ આવીને સુચના આપતા હોય તેવી સ્થિતિ છે. અન્ય અધીકારીઓમાં ડેપ્યુટી ચેરમેન આલોકસિંહ રજા પર છે. સઘળો ભાર સેક્રેટરી અને ઓએસડીનો વધારાનો હવાલો સંભાળતા બીમલ ઝા પર આવી ગયો છે. અન્ય અધિકારીઓ પણ પોત પોતાની રીતે કામ કરે છે પરંતુ કેટલાક સંજોગોમાં નીતિ વિષયક નિર્ણયો લઇ શકતા ન હોવાથી કામગીરીને ભારે અસર પડી રહી છે. ટ્રાફીક મેનેજર સહીતની જગ્યાઓમાં વિખવાદ ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકારની અન્ય વિવીધ વિકાસલક્ષી પ્રોજેક્ટોમાં પણ જોઇએ તેવી ગતિ આવતી નથી. વળી, પોર્ટ યુઝર્સમાં પણ કેટલાક કિસ્સામાં કંડલા પોર્ટના સત્તાધીશો સામે આંગળી ચીંધાઇ રહી છે. આવા બધા સંજોગોને ધ્યાનમાં લઇને જો વ્યવસ્થિત રીતે કામ કરવામાં ન આવે તો કંડલા પોર્ટ સામે પડકાર જોતા પારાદીપ પોર્ટ મેદાન મારી જાય તેવી પણ સ્થિતિ પોર્ટના વર્તુળો હાલ નકારતા નથી. પોર્ટમાં મહત્વની ગણાતી અન્ય અધર ઇન્ટ્રેસ્ટના ટ્રસ્ટીઓની વરણી પણ છેલ્લા કેટલાક સમયથી થઇ નથી.

પોર્ટ યુઝર્સ સાથે બેઠક યોજાઇ હતી
કંડલા પોર્ટના ઇન્ચાર્જ ચેરમેન ભાટીયાએ થોડા સમય પહેલા અહીં આવ્યા ત્યારે પોર્ટ યુઝર્સ સાથે બેઠક યોજીને જુદી જુદી બાબતો પર ચર્ચા વિચારણા કરીને ફીડબેક મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રયત્ન પછી કેટલાક સુધારા જણાઇ રહ્યા છે પરંતુ હજુ ઘણુ કરવાનું બાકી હોય તેમ જણાઇ રહ્યું છે. પોર્ટ યુઝર્સને સારી સુવિધા આપવાની સાથે સાથે ઝડપી રીતે શીપ લદાય અને માલની નિકાસ ઝડપી રીતે થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની પણ જરૂરી બાબત છે.

27મીથી ખાનગી ક્રેન ઓપરેટરો કાર્ગો હેન્ડલ નહીં કરે
કંડલા બંદરે ખાનગી ક્રેઇન ઓપરેટરોને સ્પર્શતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માગણી

ભાસ્કર ન્યૂઝ.ગાંધીધામ
કંડલા પોર્ટમાં કાર્યરત ખાનગી ક્રેન ઓપરેટરોને સ્પર્શતા જુદા જુદા પ્રશ્નો અંગે ભારત સરકારના ચીફ લેબર કમીશનર, ચેરમેન વગેરેને રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં કોઇ જ નિરાકરણ આવ્યું નથી. 26 ઓગસ્ટના એક મહિનાની મુદ્દત પુરી થવામાં આવનાર છે તેવા સંજોગોમાં તાજેતરમાં ખાનગી ક્રેન ઓપરેટરોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સાત દિવસની નોટિસ 20મી તારીખે આપ્યા પછી પણ કોઇ નિરાકરણ ન આવે તો 27મીથી ખાનગી ક્રેન ઓપરેટરો કાર્ગો હેન્ડલીંગનો બહિષ્કાર કરશે તેવી ચિમકી આપવામાં આવી છે.

કંડલા બંદરે ખાનગી ક્રેન ઓપરેટરોને સ્પર્શતા પ્રશ્નો અંગે ભારત સરકારના ચીફ લેબર કમીશનર જીતેન્દ્રકુમાર સાગર, કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજય ભાટીયા વગેરેને પત્ર પાઠવી નિરાકરણ લાવવા માટે મધ્યસ્થી કરવા પૂર્વ સાંસદ પુનમબેને પત્ર પાઠવ્યો હતો. છતાં કોઇ જ પ્રયત્ન ન કરતાં તાજેતરમાં ખાનગી ક્રેન ઓપરેટરોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં 250 જેટલા ક્રેન ઓપરેટરો હાજર રહ્યા હતા. સાત સભ્યોની કમીટી બનાવ્યા પછી વ્યવસ્થિત લડત આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. 20મીએ હેન્ડલીંગની કામગીરી બહિષ્કાર કરવાની જાહેર નોટિસ તંત્રને આપ્યા પછી 27મીના રાત્રિના 12 વાગ્યા સુધી નિરાકરણ ન આવે તો પહેલી શીપથી દીન દયાળ બંદરમાં ખાનગી ક્રેન ઓપરેટર દ્વારા કાર્ગો હેન્ડલીંગની કામગીરીનો સામુહીક બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રણનીતિ નક્કી કરવામાં આવી
અન્ય સમાચારો પણ છે...