Divya Bhaskar

Home » Kutchh » Gandhidham » રાપર તાલુકાના માલધારી અને ભેંસને વીજ કરંટ ભરખી ગયો

રાપર તાલુકાના માલધારી અને ભેંસને વીજ કરંટ ભરખી ગયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:35 AM

રાપર તાલુકાના ખેંગારપર અને રામબાગ વચ્ચે પોતાની ભેંસને અવાડામાં યુવાન માલધારી પાણી પીવડાવી રહ્યો હતો ત્યારે...

  • રાપર તાલુકાના માલધારી અને ભેંસને વીજ કરંટ ભરખી ગયો
    રાપર તાલુકાના ખેંગારપર અને રામબાગ વચ્ચે પોતાની ભેંસને અવાડામાં યુવાન માલધારી પાણી પીવડાવી રહ્યો હતો ત્યારે ઉપરથી પસાર થતી વીજલાઇનનો જીવતો વાયર ઉપર પડતાં યુવાન માલધારી અને ભંસ બન્નેના મૃત્યુ નિપજ્યા હતા.

    આ બાબતે રાપર પોલીસે આપેલી વિગતો મુજબ, રાપર તાલુકાના ખેંગારપર ગામે રહેતા 45 વર્ષીય હાજીભાઇ જુમાભાઇ સમેજા પોતાની ભેંસો ચરાવી ખેંગારપર અને રામબાગ વચ્ચે આવેલા પાણીના અવાડામાં પોતાની ભેંસને પાણી પવડાવી રહ્યા

    ...અનુસંધાન પાના નં.13





    હતા ત્યારે સા઼જે ચારવાગ્યાના આરસામાં અવાડા ઉપરથી પસાર થતી વીજલાઇન અચાનક તૂટી હતી અને જીવતો વાયર હાજીભાઇ અને તેમની ભેંસ ઉપર પડ્યો હતો જેમાં વીજ કરંટથી યુવાન માલધારી હાજીભાઇ અને તેમની ભેંસ બન્ને મૃત્યુ પામ્યા હતા. આ બનાવના કારણે તેમના પરિવારમાં માતમ છવાયો છે. વીજ કંપનીની બેદરકારીએ ફરી એક માણસ તેમજ એક અબોલ જીવનો ભોગ લીધો છે. પોલીસે આમદ સમેજાની ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તપાસ પીએસઆઇ નાંદોલીયા કરી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending