તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા PSI-કોન્સ્ટે.ના એક દિ’ના રિમાન્ડ મંજુર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ | આદીપુર મહીલા પોલીસ મથકના મહીલા PSI તેમજ કોન્સ્ટેબલ પાટણ એસીબીએ ગોઠવેલા છટકામાં રૂ.3,000 ની લાંચ લેતા આબાદ પકડાઇ ગયા બાદ આ કેસ ગા઼ધીધામ એસીબીને સોંપાયો હતો જેમાં લાંચ લેનાર બન્ને કર્મીઓને કોર્ટમાં રજુ કરાતાં કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. આદિપુર મહીલા પોલીસ મથકના મહીલા પીએસઆઇ કે.આર.વાઘેલા અને મહીલા કોન્સ્ટેબલ હર્ષાબેન બારડ ફરીયાદી પાસેથી ઇન્સ્પેક્શન ખર્ચ પેટે રૂ.3,000 ની રકમ લાંચ સ્વરુપે સ્વીકારતા પાટણ ACBના PI એચ.એસ.આચાર્યએ ગોઠવેલા છટકામાં પકડાઇ ગયા બાદ આ તપાસ ગાંધીધામ એસીબીને સોંપાઇ હતી. ગાંધીધામ એસીબી પીઆઇ પરગડુએ આ બાબતે વિગતો આપતા઼ જણાવ્યું હતું કે, બન્ને મહીલા પોલીસ કર્મીઓને કોર્ટમાં રજુ કરાયા હતા જ્યાં કોર્ટે શનિવારે બપોરે 3 વાગ્યા સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...