તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપેડામાં પંચમુખા હનુમાનની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપેડાથી એકાદ કિલોમીટર રતનાલ રોડ પર હનુમાન ટેકરી પર વર્ષોથી બિરમાજમાન મહંત સિતારામ બાપુ, ગુરૂરામદાસ બાપુના પ્રયત્નથી ટેકરી પર હનુમાનજીનું મંદિર બનાવી પંચમુખા હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાની નેમ ગત તા.22ના પૂર્ણ થઇ હતી. બે દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય આચાર્ય ગુંજનભાઇ પંડ્યા વગેરે દ્વારા શુદ્ધ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વાસણભાઇ આહિરે મંદિરની આજુબાજુ વૃક્ષારોપણ કરવા ભાર મુક્યો હતો. આ કાર્યક્રમમાં સરપંચ માદાભાઇ મેમાભાઇ બરારીયાનો સહકાર મળ્યો હતો. 22મીના રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શ્યામગીરી વિપુલગીરી ભજનીક સાથે ઇસ્માઇલ મીર અને સાહિત્યકાર ચોથાભાઇ આહિરે શ્રોતાજનને જકડી રાખ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાંતિભાઇ મસામણીયા, ગોવિંદભાઇ ગુજરીયા, શામજીભાઇ ડાંગર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...