સંગઠનને વધુ મજબુત કરવા સહિતના મુદ્દે નેતાનું મનોમંથન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ જિલ્લામાં કોંગ્રેસે પ્રમુખની વરણી કરતા નવા નિમાયેલા પ્રમુખે સંગઠનલક્ષી ચર્ચાની સાથે આવનારા દિવસોમાં કેવી રણનીતિ અપનાવી શકાય તે સહિતના મુદ્દે ચિંતન શરૂ કર્યું છે. ગાંધીધામમાં યોજાયેલી બેઠકમાં આગેવાનોએ સૂચનો પણ કર્યા હતા. તા.9મીના પ્રમુખ તરીકેના હોદ્દાનો ચાર્જ નવનિયુક્ત પ્રમુખ લેવાના હોવાથી આ બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં પૂર્વ કચ્છ વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે યજુવેન્દ્રસિંહ જાડેજાની વરણીની જાહેરાત કરવામાં આવી છે. નવા પ્રમુખ હોદ્દો સંભાળે ત્યારે કરવામાં આવેલા આયોજન સંદર્ભે પશ્ચિમ કચ્છ વિસ્તારની બેઠક યોજવામાં આવી હતી. આજે પૂર્વ કચ્છ વિસ્તારના આગેવાનોની બેઠક ગાંધીધામમાં યોજાઇ હતી. જેમાં શૈલેન્દ્રસિંહ જાડેજા, જુમાભાઇ રાયમા, ગનીભાઇ માંજોઠી, અજીત ચાવડા, સમીપ જોશી, સ્થાનિક તથા રાપર, ભચાઉ, અંજારના આગેવાનો હાજર રહ્યા હતા.

જિલ્લા પ્રમુખની તાજપોશીનો તખ્તો
અન્ય સમાચારો પણ છે...