તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તોલાણી હાઉસીંગ સોસા.માં પાણીની ફરિયાદ ન ઉકેલાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં ઠેર-ઠેર પાણી ભરાઇ જતાં રહીશોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ પાણી નિકાલની કોઇ વ્યવસ્થા ન હોતાં પાણી ઘરમાં ભરાઇ જાય છે. પાલિકા દ્વારા કોઇ પગલાં ન લેવાતાં રહીશોને પાણી ઉલેચવાનો વારો આવે છે.પાલિકાની કામની નબળાઇને કારણે દર વર્ષે વોર્ડ 1-એની તોલાણી હાઉસિંગ સોસાયટીમાં આ પરિસ્થિતિ સર્જાય છે. પ્લોટ નં. 389 થી 348 અને હરિ ઓમ સોસાયટીના રહીશોએ બે વખત સફાઇ માટે ઓનલાઇન ફરિયાદ કરી હતી. ફરિયાદ નંબર 35259 અને 35258 બે વખત ફરિયાદ કરાઇ પરંતુ ફરિયાદ સ્વીકારાઇ નથી.

વરસાદના વિરામ પછી ભરાયેલા પાણી
અન્ય સમાચારો પણ છે...