Home » Kutchh » Gandhidham » બેંકિંગ વિસ્તારમાં પરવાના વિનાની ગન સાથે એક જબ્બે

બેંકિંગ વિસ્તારમાં પરવાના વિનાની ગન સાથે એક જબ્બે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:31 AM

અન્ય રાજ્યનો પરવાનો બતાવી નોકરી કરતો હતો 6 કારતુસ સહિત 12 હજારના મુદ્દામાલ SOGએ પકડ્યો

  • બેંકિંગ વિસ્તારમાં પરવાના વિનાની ગન સાથે એક જબ્બે
    ગાંધીધામના બેંકિંગ સર્કલ વિસ્તારમાંથી અન્ય રાજ્યનો હથિયારનો પરવાનો ટેકન ઓવર કરાવ્યા વિના પરવાના વગરની એક 12 બોરની સીંગલ બેરલની ગન અને 6 કાર્ટીઝ સાથે એક શખસને પુર્વ કચ્છ એસઓજીની ટીમે પકડી પાડ્યો હતો.

    આ બાબતે એસઓજી પીઆઇ એચ.એલ.રાઠોડે વિગતો આપતાં જણાવ્યું હતું કે, એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે બેંકિંગ સર્કલ વિસ્તારમાં આવેલી ફેડરલ બેંક આગળ ઉભેલા મુળ બીહારના બકસરનો હાલે ફ્રી ટ્રેડ ઝોન ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા શંભુ સરનસિંઘ નરસિંઘ રાજપુતને તેની પાસે રહેલી ગન બાબતે પુછપરછ કરી તેનું સાયસન્સ ચેક કરતાં માલુમ પડ્યું હતું કે , આરોપીએ નાગાલેન્ડ રાજ્યમાંથી મેળવેલ હથીયારનો પરવાનો ગુજરાતમાં ટેકન ઓવર ન કરી ગેરકાયદેસર પોતાના કબજામાં રાખી આ જિલ્લામાં ગનમેન તરીકે જુદી જુદી જગ્યાએ નોકરી કરી સરકારના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી આર્મસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી રૂ.12,000 ની કિંમતની સીંગલ બેરલ 12 બોરની ગન અને રૂ.300 ની કિંમતના 6 કારતુસ મળી રૂ.12,300 નો મુદ્દામાલ કબજે કરી તેની અટક કરી હતી. આ કામગીરીમાં એસઓજી પીઆઇ સાથે પીએસઆઇ વી.આર.ડાંગર, પૃથ્વીસિંહ જાડેજા, દેવાનંદ બારોટ, જગદિશસિંહ સરવૈયા તથા હરવિજયસિંહ જાડેજા જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending