સામાન્ય વરસાદી ઝાપટાએ રામાયણ સર્જી
તંત્રએ પંપથી પાણી ખેંચાવ્યુ, નજીવા વરસાદમાં ફરી થયો ભરાવો
ભાસ્કર ન્યુઝ. ગાંધીધામ
બુધવારના મોડી રાત્રે પડેલા નહિવત વરસાદમાં પણ સતત પાણી ભરાવાથી પરેશાન જનતા કોલોની કોર્નરમાં પાણી ભરાવો થઈ જતા તંત્રે તેને પંપ દ્વારા ખેંચાવવુ પડ્યુ હતુ. અહિના સ્થાનીકો લાંબા સમયથી બંધ પડૅલા નાળાઓને સક્રિય કરવાની માંગ કરી રહ્યા છે.
જનતા કોલોની વિસ્તારના કોર્નરમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા રહે છે. નજીવો વરસાદ કે તે સિવાય પણ ગટર કે અન્ય પાણીનો જમાવડો અહિ રહે છે. સ્થાનીકોનું કહેવુ છે કે અહિથી નાળાઓને કોઇ કનેક્શન ન અપાયુ હોવાથી, અને જે નાળા હતા તે પુરી દેવાયા હોવાથી આ સ્થીતી સર્જાઈ રહિ છે. ભારતનગરમાંથી હજારો લોકો દરરોજ આ માર્ગેથી પ્રવાસ કરે છે ત્યારે આ વખતે પણ આ સમસ્યા રહેશે તો સ્થાનીકોએ પાલીકા કચેરીએ સામાન લઈને રહેવા આવી જશુ તેવો પત્ર પણ પાઠવ્યો હતો.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો