• Home
  • Kutchh
  • Gandhidham
  • એરપોર્ટ રોડ પર રાત્રે પીધેલી બોટલોનો ઢગ સવારે દેખાય છે

એરપોર્ટ રોડ પર રાત્રે પીધેલી બોટલોનો ઢગ સવારે દેખાય છે

કોણ કહે છે ગાંધીધામ સંકુલમાં દારૂબંધી છે ? પોશ વિસ્તારોમાં પોલીસની નજર ક્યારે પહોંચશે તે એક પ્રશ્ન

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:31 AM
એરપોર્ટ રોડ પર રાત્રે પીધેલી બોટલોનો ઢગ સવારે દેખાય છે
ગાંધીધામ સંકુલમાં પચરંગી પ્રજા વસે છે ત્યારે આ વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર હોવાની સાથે ગુનાખોરીનું પ્રમાણ પણ વધુ રહે છે, તેમાં પણ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના કાયદાને તો જાણે અહીં કોઇ ગણકારતું ન હોય તેવા દ્રશ્યો અનેક જગ્યાએ જોવા મળે છે, રાત્રે શરાબ પી ફેંકી દીધેલી બોટલોનો ઢગ સવારે પસાર થતા તમામ લોકોને નજરે પડે છે ત્યારે સવાલ એ છે કે શું પોલીસ તંત્રની નજર આ વિસ્તારો સુધી પહોંચતી નથી?

ગાંધીધામ અને અંજાર વચ્ચે વરસામેડી રોડ એટલે કે એરપોર્ટની બાજુમાં આવેલા પોશ ગણાતા વિસ્તાર બાગેશ્રી સોસાયટી બહાર પડેલા શરાબની બોટલોના ઢગલાનો ફોટો જ કહી જાય છે કે અહીં કેટલો શરાબ પીવાઇ રહ્યો છે. સંકુલમાં શરાબની બદી મોટા પ્રમાણમાં વધી ગઇ છે ત્યારે પોલીસ તંત્રએ જ્યારે કડક કામગરી જેમ ટ્રાફીક બાબતે શરૂ કરી છે તેવી જ કડક કાર્યવાહી કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

રોડ પર વિદેશી શરાબની બોટલો

X
એરપોર્ટ રોડ પર રાત્રે પીધેલી બોટલોનો ઢગ સવારે દેખાય છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App