Divya Bhaskar

Home » Kutchh » Gandhidham » 10 મહિના મેન્ટેનેન્સથી બંધ સિગ્નલ ચાલુ થતાં લોકોને રાહત

10 મહિના મેન્ટેનેન્સથી બંધ સિગ્નલ ચાલુ થતાં લોકોને રાહત

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:31 AM

આખરે ગાંધીધામમાં ટ્રાફિક સિગ્નલ ચાલુ થયા ખરા યોગ્ય નિયમન થશે તો ઓસ્લો સર્કલ પર ટ્રાફિકની સમસ્યા હલ થશે ...

  • 10 મહિના મેન્ટેનેન્સથી બંધ સિગ્નલ ચાલુ થતાં લોકોને રાહત
    ગાંધીધામ ઓસ્લો સર્કલ પર વકરી ગયેલી ટ્રાફીક સમસ્યાને ધ્યાનમાં રાખી ઉભા કરાયેલા ટ્રાફિક સિગ્નલ છેલ્લા 10 મહિનાથી બંધ પડી ગયા હતા જે ચાલુ થતાં ટ્રાફિકની સમસ્યાથી કંટાળેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

    આ બાબતે સીટિ ટ્રાફીક પીએસઆઇ જે.બી.ચૌધરીએ જણાવ્યું હતું કે, મેન્ટેનેન્સના મુદ્દે છેલ્લા ઘણા સમયથી ઓસ્લો સર્કલ પરના ટ્રાફીક સિગ્નલ બંધ રહ્યા હતા જે પુનાથી ટેકનિશિયનોને બોલાવી રિપેરિંગ કરાવી લેવાયા છે અને હવે હાલ સવારે અને સાંજે પીક અવર્સમાં ચાલુ રાખી ટેસ્ટીંગ કરાઇ રહ્યા છે અને હવે આ સિગ્નલ બંધ ન થાય તે માટે નિયમીત મેન્ટેનેન્સનું ધ્યાન રાખવામાં આવશે જેથી હવે આ સિગ્નલ બંધ નહીં થાય, ગાંધીધામનું ઓસ્લો સર્કલ અતિ ધમધમતો વિસ્તાર છે અને અહીં અવાર નવાર કલાકો ટ્રાફીક જામ થવાની સમસ્યા વધી ગઇ હતી જે સિગ્નલ ચાલુ થતાં હવે નિયમન થવાને કારણે આ સમસ્યામાંથી લોકોને રાહત મળશે.

    સર્કલ પર શરૂ થયેલા સિગ્નલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending