તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • કચ્છ સૌરાષ્ટ્રમાં પ્રથમ અંજારમાં અંગ્રેજી માધ્યમની હાઇસ્કૂલ મંજુર

કચ્છ સૌરાષ્ટ્રમાં પ્રથમ અંજારમાં અંગ્રેજી માધ્યમની હાઇસ્કૂલ મંજુર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર રાજ્યમાં સુરત, અમદાવાદ પછી ત્રીજી અને કચ્છ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત અંજારમાં અંગ્રેજી માધ્યમની નવી સરકારી માધ્યમિક શાળાને મંજુરી આપવામાં આવતા શિક્ષણ વિભાગમાં હર્ષની લાગણી ફેલાણી છે. રાજ્યમંત્રીના પ્રયત્નથી આ સુવિધા ઉપલબ્ધ થઇ છે.

રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે અંજારને નવી માધ્યમિક શાળા ખાસ કિસ્સા તરીકે મંજુર કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. અંજાર ખાતે હાલ નગર શિક્ષણ સમિતિ દ્વારા ધો.1થી 8ની અંગ્રેજી શાળા ચાલુમાં છે, જેથી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પુષ્પાબેન ટાંક વગેરે મંત્રીને રજૂઆત કરી હતી. જેના ઉપલક્ષ્યમાં મંત્રીએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને ભારપૂર્વક રજૂઆત કરી હતી. સરકારે સમગ્ર ગુજરાતમાં કુલ 103 સરકારી માધ્યમિક શાળા મંજુર કરી તેમાં અંજારનો સમાવેશ થયો છે. નાણા વિભાગે પણ જરૂરી મહેકમ ફાળવવા લીલીઝંડી આપી છે.

અન્ય સમાચારો પણ છે...