Home » Kutchh » Gandhidham » 10 સ્થળે તપાસ બાદ ત્રણ મણ રચકો ઝડપ્યો

10 સ્થળે તપાસ બાદ ત્રણ મણ રચકો ઝડપ્યો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:31 AM

આળસ મરડી ગાંધીધામ પાલિકા દ્વારા ઓપરેશન હાથ ધરાયું : સુંદરપુરી, લીલાશાહ, ટાગોર રોડ સહિતના વિસ્તારોમાં...

  • 10 સ્થળે તપાસ બાદ ત્રણ મણ રચકો ઝડપ્યો
    ગાંધીધામ નગરપાલિકા દ્વારા કલેક્ટરના જાહેરનામાના ભંગ અંગે પગલા ભરવામાં આવતા ન હતા. શહેરના જુદા જુદા વિસ્તારમાં બેરોક્ટોક્ટ રીતે ઘાસચારો વેચાતો હતો. જેને લીધે આખલાના ટોળા કેટલીક વખત લોકોને અડફેટે લેતા હોવાના બનાવ પણ બનતા હતા. પાલિકાએ આજે આ બાબતે ઓપરેશન હાથ ધર્યું હતું. 10 જેટલા જુદા જુદા વિસ્તારમાં સવારથી જ ધોંસ બોલાવીને ઘાસચારાનો જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે મણથી વધુ રચકો જપ્ત કરીને ફરીથી જે તે સ્થળે રચકાનું વેચાણ ન થાય તે માટે તાકીદ પણ કરવામાં આવી હતી.

    શહેરમાં રખડતા ઢોરને પકડવા માટે નિષ્ફળ ગયેલી પાલિકા અધિકારીના હુકમનું પાલન કરવામાં પણ ઠાગાઠૈયા કરી રહી છે. કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને જાહેરમાં રચકાનું વિતરણ ન થાય તે માટે સૂચના આપી છતાં ગાંધીધામ- આદિપુરમાં ઠેર ઠેર રચકાનું વિતરણ કરતા નજરે ચડે છે. પાલિકાએ આજે ચીફ ઓફિસર નીતિન બોડાતની સૂચનાના પગલે ઓપરેશન હાથ ધર્યું હતું. દબાણ શાખા દ્વારા જુદા જુદા વિસ્તારમાં રાઉન્ડ લઇને તપાસ કરી રચકાનું વિતરણ અટકાવી જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

    જાહેર માર્ગ પર રચકાનું વેચાણ અટકાવવા ઝૂંબેશ

    ભાજપના એક નેતાના ચાર હાથ

    જાણકાર વર્તુળોના દાવા મુજબ શહેરમાં રચકાનું વિતરણ થાય છે જેમાં આડકતરી રીતે ભાજપના એક આગેવાનની ભૂમિકા પણ હોય તેવું જણાય છે. આ આગેવાનના આર્શિવાદ હોવાથી જે તે સ્થળે રચકાનું વિતરણ બેરોક્ટોક થઇ રહ્યું છે અને ત્યાર બાદ ક્યારેક તપાસ થાય ત્યારે બંધ થઇ ગયા પછી પુન: આ વેપલો ચાલુ રહેતો હોય છે. આ અંગે પાલિકામાં અગાઉ ફરિયાદ પણ થઇ ચૂકી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending