2.66 ટન થેલીનો જથ્થો જપ્ત કરાયો

2.66 ટન થેલીનો જથ્થો જપ્ત કરાયો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:31 AM IST
સરકાર દ્વારા પ્લાસ્ટીકના વેચાણ પર પ્રતિબંધ લાવવા માટે કાર્યવાહી કરવામાં આવ્યા પછી પાલિકા કક્ષાએ જે તે ઓથોરીટીએ પગલા ભરીને 50 માઇક્રોનથી પાતળી થેલી બંધ કરાવવા કવાયત હાથ ધરી છે. ગાંધીધામ નગરપાલિકા દ્વારા આજે આ અનુસંધાને ગાંધીધામ- આદિપુર સંકુલમાં ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારતનગર વિસ્તારમાં ચેકીંગ દરમિયાન દુકાનદારના સગાએ પાલિકાના અધિકારીઓને ખરી ખોટી સંભળાવતા ઉહાપોહ મચી ગયો હતો. ચીફ ઓફિસરને જાણ કરવામાં આવ્યા પછી પોલીસ કાફલાને બોલાવીને મામલો શાંત પાડવામાં આવ્યો હતો.

નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકના ઝબલાના વેચાણ પર તવાઇ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગત સામાન્ય સભામાં આ બાબતે નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા છે. દરમિયાન આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં ખન્ના માર્કેટ, ભારતનગર, આદિપુર વગેરે વિસ્તારોમાં ચીફ ઓફિસર નીતિન બોડાતની સૂચનાના પગલે ઓએસ અનિલ જોશી, દબાણ શાખાના લોકેન્દ્ર શર્મા, ફુડ ઇન્સ્પેક્ટર આનંદ ઉદવાણી, શોપ ઇન્સ્પેક્ટર રવિ મહેશ્વરી વગેરે અધિકારીનો કાફલો કર્મચારીઓને લઇને તપાસાર્થે પહોંચી ગયો હતો. પ્લાસ્ટીકના વેચાણ કરતા વેપારીઓની દુકાન પર જઇને તપાસ હાથ ધરવામાં આવતા કેટલાક વેપારીઓમાં ફફડાટની લાગણી જન્મી હતી. દરમિયાન ભારતનગરમાં ચેકીંગ કરતા મોટો જથ્થો વેપારીનો ઝડપાયો હતો. આ સમયે વેપારીના કોઇ મહિલા સગાએ આવીને આ બાબતની જાણ થતાં પાલિકાના અધિકારીઓને સંભળાવવાનું શરૂ કરી દીધું હતું. એક તબક્કે ટોળા પણ તેમાં સામેલ થતાં પાલિકાના અધિકારીઓને મુંઝવણમાં મુકાઇ જવું પડે તેવી સ્થિતિમાં લાવી દીધા હતા. આ અંગે ચીફ ઓફિસરને જાણ કરવામાં આવ્યા પછી પોલીસ કાફલાને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યો હતો. પોલીસે આવીને ટોળાને વિખેરી નાખતા મામલો થાળે પડ્યો હતો. પાલિકા દ્વારા જે તે દુકાનદારોને ત્યાંથી જથ્થો જપ્ત કર્યો તેના નામ, સરનામા જાહેર કર્યા છે. પરંતુ જ્યાંથી વધુમાં વધુ જથ્થો જપ્ત કરાયો તે દુકાનદારનું નામ ઇરાદા પૂર્વક છૂપાવી દેવામાં આવ્યું હોવાનો ચણભણાટ પણ ઉઠ્યો છે.

પાલિકાને ભારતનગરમાં લોકરોષનો સામનો કરવો પડ્યો હતો, કબ્જે કરાયેલો પ્લાસ્ટીકનો જથ્થો

જીવદયા પ્રેમીઓએ રેકી કરી હતી

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ પ્લાસ્ટીકના ઝબલા ખાવાથી ગાયના મોત થઇ રહ્યા છે અને તેને નુકશાન પણ થતું હોવાની ફરિયાદ ઉઠે છે. થોડા સમય પહેલા ગૌરક્ષકો દ્વારા આ બાબતે તત્કાલિન પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રાને રજૂઆત કરીને પ્લાસ્ટીકના ઝબલાના વેચાણ બંધ કરવા માટે માગણી કરી હતી. ત્યાર બાદ તાજેતરમાં ચોક્કસ દુકાનદારોને ત્યાં બેથી ત્રણ દિવસ સુધી જીવદયા પ્રેમીઓએ રેકી કરીને પ્લાસ્ટીકનો કેટલોક જથ્થો આવે છે તેની વિગત મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ ચોક્કસ દુકાનોમાં તવાઇ બોલાવવામાં આવી હતી.

ભાસ્કર ન્યૂઝ.ગાંધીધામ

સરકાર દ્વારા પ્લાસ્ટીકના વેચાણ પર પ્રતિબંધ લાવવા માટે કાર્યવાહી કરવામાં આવ્યા પછી પાલિકા કક્ષાએ જે તે ઓથોરીટીએ પગલા ભરીને 50 માઇક્રોનથી પાતળી થેલી બંધ કરાવવા કવાયત હાથ ધરી છે. ગાંધીધામ નગરપાલિકા દ્વારા આજે આ અનુસંધાને ગાંધીધામ- આદિપુર સંકુલમાં ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારતનગર વિસ્તારમાં ચેકીંગ દરમિયાન દુકાનદારના સગાએ પાલિકાના અધિકારીઓને ખરી ખોટી સંભળાવતા ઉહાપોહ મચી ગયો હતો. ચીફ ઓફિસરને જાણ કરવામાં આવ્યા પછી પોલીસ કાફલાને બોલાવીને મામલો શાંત પાડવામાં આવ્યો હતો.

નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીકના ઝબલાના વેચાણ પર તવાઇ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગત સામાન્ય સભામાં આ બાબતે નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા છે. દરમિયાન આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં ખન્ના માર્કેટ, ભારતનગર, આદિપુર વગેરે વિસ્તારોમાં ચીફ ઓફિસર નીતિન બોડાતની સૂચનાના પગલે ઓએસ અનિલ જોશી, દબાણ શાખાના લોકેન્દ્ર શર્મા, ફુડ ઇન્સ્પેક્ટર આનંદ ઉદવાણી, શોપ ઇન્સ્પેક્ટર રવિ મહેશ્વરી વગેરે અધિકારીનો કાફલો કર્મચારીઓને લઇને તપાસાર્થે પહોંચી ગયો હતો. પ્લાસ્ટીકના વેચાણ કરતા વેપારીઓની દુકાન પર જઇને તપાસ હાથ ધરવામાં આવતા કેટલાક વેપારીઓમાં ફફડાટની લાગણી જન્મી હતી. દરમિયાન ભારતનગરમાં ચેકીંગ કરતા મોટો જથ્થો વેપારીનો ઝડપાયો હતો. આ સમયે વેપારીના કોઇ મહિલા સગાએ આવીને આ બાબતની જાણ થતાં પાલિકાના અધિકારીઓને સંભળાવવાનું શરૂ કરી દીધું હતું. એક તબક્કે ટોળા પણ તેમાં સામેલ થતાં પાલિકાના અધિકારીઓને મુંઝવણમાં મુકાઇ જવું પડે તેવી સ્થિતિમાં લાવી દીધા હતા. આ અંગે ચીફ ઓફિસરને જાણ કરવામાં આવ્યા પછી પોલીસ કાફલાને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યો હતો. પોલીસે આવીને ટોળાને વિખેરી નાખતા મામલો થાળે પડ્યો હતો. પાલિકા દ્વારા જે તે દુકાનદારોને ત્યાંથી જથ્થો જપ્ત કર્યો તેના નામ, સરનામા જાહેર કર્યા છે. પરંતુ જ્યાંથી વધુમાં વધુ જથ્થો જપ્ત કરાયો તે દુકાનદારનું નામ ઇરાદા પૂર્વક છૂપાવી દેવામાં આવ્યું હોવાનો ચણભણાટ પણ ઉઠ્યો છે.

નગરપાલિકાને ઓપરેશન અટકાવવું પડ્યું

સરકારની સૂચનાથી ભરવામાં આવેલા પગલા મુજબ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી સવારથી સાંજ સુધી ચલાવવાનું નક્કી થયું હતું. પરંતુ ભારતનગરમાં થયેલા ડખ્ખા અને વિરોધ પછી અધિકારીએ આગળ વધવાનું ટાળીને ઓપરેશનને પડતું મુકવાની નોબત આવી હતી.

કયા વિસ્તારમાંથી

કેટલો જથ્થો પકડ્યો

સ્થળ જપ્ત કરેલી બેગ(કી.ગ્રા.)

ગણેશ, એસડીએક્સ 68

રાજ પ્લાસ્ટીક, 12-બી 206

જય ભવાની 181

મારૂતિ ટ્રેડર્સ 142

જલારામ, એસડીએક્સ 274

વંદના પ્લાસ્ટીક, સત્તરવાળી 300

જલારામ, એંસી બજાર 240

છવાળી 970

સુરજ પ્લાસ્ટીક, ચારવાળી 155

શ્રીજી પ્લાસ્ટીક 124

કુલ 2660

X
2.66 ટન થેલીનો જથ્થો જપ્ત કરાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી