Divya Bhaskar

Home » Kutchh » Gandhidham » સવાસર નાકાનો વીજપોલ ન હટાવાય તો વિપક્ષના ધરણા

સવાસર નાકાનો વીજપોલ ન હટાવાય તો વિપક્ષના ધરણા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:31 AM

અંજારમાં 11 કેવીની વીજ લાઇન ખતરો બની શકે છે મંદિરે,બજારમાં જતા લોકો, નાસ્તાની લારી વાળા તેમજ રિક્ષા ચાલકો...

  • સવાસર નાકાનો વીજપોલ ન હટાવાય તો વિપક્ષના ધરણા
    અંજારના સવાસર નાકા ચોકમાં બહુચરા માતાજીના મંદિર સામે .ભેલો પીજીવીસીએલનો 11 કેવીની હેવી લાઇનનો વીજપોલ હવે ખતરો બની રહ્યો છે ભુકંપ બાદ પુનર્વસનમાં થયેલી કામગરીરી સમયે જ આ વીજપોલ અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવાની જરૂર હતી ત્યારે જો હવે આ વીજપોલી હટાવવામાં નહીં આવે તો અંજાર નગરપાલીકાના વીપક્ષી નેતાએ ધરણા સહીતના દેખાવોની ચીમકી આપી છે.

    આ બાબતે અંજાર નગર પાલીકાના વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારાએ જણાવ્યું હતું કે,સવાસર નાકુ તે મુખ્ય પ્રવેશ દ્વાર ગણાયછે સવાસર નાકા થી મુન્દ્રા તાલુકા, માંડવી તાલુકા અને ભુજ તાલુકા તરફ જવા માટે હ્રદય સમાન ગણાય છે સવાસર નાકા મા પ્રવેશતા જ શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલ છે ત્યારબાદ મુખ્ય બજાર તરફ થી પ્રવેશતા સોરઠીયા નાકા ,દેવળીયા નાકા ,વરસામેડી નાકા અને ગંગા નાકા તરફ જઈ શકાય છે હાલ આ સવાસર નાકુ 11 કેવી વીજ લાઈન ના સંકટ મા આવવાની તૈયારી મા છે અંજાર ના હૃદય સમા સવાસર નાકા ના ચોક મા વચોવચ પીજીવીસીએલ દ્વારા 11 કેવી લાઈન નું ડીપી સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવેલ છે જે આમ પ્રજા ની સુરક્ષા માટે લાલ બત્તી સમાન સાબિત થશે અહીં સવાસર નાકા ના પ્રવેશ દ્વાર માટે જાહેર જનતા ના વાહનોની પાર્કિંગ ,ખાનગી છકડા,રીક્ષા, જીપ વગેરે ની પાર્કિંગ માટે માત્ર ને માત્ર સવાસર નાકાનો ચોક છે આ જગ્યા ઉપર હવે પીજીવીસીએલ દ્વારા 11 કેવી ડીપી નાખવાની તજવીજ હાથ ધરેલ છે તેથી જયારે પણ ભવિષ્ય મા શોર્ટ સર્કિટ થશે ત્યારે આમ પ્રજા ની સુરક્ષા નું શું ? તેવા વેધક સવાલો પ્રજાજનો વરચે ચર્ચાઈ રહ્યા છે અને સહુથી મોટો સવાલ પ્રજાજનો મા ચર્ચાઈ રહ્યો છે કે આ ચોક મા લાઈન નાખવા માટે અંજાર નગરપાલિકા ની મંજૂરી લીધેલ છે કે નહિ ? કે બારોબાર વહેવાર થઈ ગયેલ છે ? જો પ્રજા ની જાનમાલ ને નુકશાન કરતુ હોય તેવું કાર્ય પીજીવીસીએલ દ્વારા કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા પીજીવીસીએલ કચેરી સામે ધરણા નો કાર્યક્રમ આપવામાં આવશે તેવું વિપક્ષીનેતા ચોટારાએ જણાવ્યું હતું.

    ભરચક વિસ્તારમાં 11 કેવીની વિજ લાઇન

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending