બે દિ’માં 12,600 દંડ વસૂલ્યો, સાત વાહન ડીટેઇન કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ સાથે આદિપુર પોલીસની ટીમે પણ ટ્રાફીક સમસ્યા નીવારવા અને ગુનાહિત પ્રવૃતિને ડામવાના ઉદ્દેશથી બે દિવસથી ટ્રાફીક ડ્રાઇવ પોલીસવડાના આદેશના પગલે શરૂ કરી છે જેમાં જુદા જુદા વિસ્તારોમાંથી 7 વાહનો ડીટેઇન કર્યા છે અને લાયસન્સ, કાગળ વગર વાહન ચલાવતા લોકોની પાસેથી રૂ.12,600 નો દંડ વસૂલ્યો છે. 20જેટલી કારમાંથી કાચ પર લાગેલી કાળી ફીલ્મ ઉતરાવી હતી અને દંડ પણ ફટકાર્યો હતો.

આ ડ્રાઇવમાં પીએસઆઇ ગૌરવ હડીયા,ટ્રાફીક શાખાના એએસઆઇ સુનિલ દવે તેમજ આદિપુર પોલીસ મથકની મહીલા પોલીસ સહિતની અલગ અલગ ટીમ બનાવી જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું. આદીપુરના વિવિધ વિસ્તારો જેવા કે રાજવી ફાટક, એસઆરસી, બસ સ્ટેશન વિસ્તારમાં આ ડ્રાઇવ યોજાઇ હતી.

આ બાબતે પીએસઆઇ હડીયાએ જણાવ્યું હતું કે, પોલીસવડાએ ટ્રાફીકની વકરી રહેલી સમસ્યા દુર કરવા ટ્રાફીક ડ્રાઇવ તેમજ ગુનાહીત પ્રવૃતિને ડામવા માટે વાહન ચેકીંગના કરેલા આદેશ બાદ શરૂ થયેલી પોલીસની કામગીરી ચાલુ જ રખાશે જેથી જૈસે થે જેવી સ્થિતિ ન થાય અને લોકોમાં પોલીસની હાજરી દેખાય અને ગુનાઓની સંખ્યા પણ ઘટી જાય.

અન્ય સમાચારો પણ છે...