ઘેટા-બકરાને પાછા લઇ જવાનું શરૂ

સતા પાસે, શાણપણ નકામુ ! રાજ્ય બાદ કેન્દ્ર સરકારે પણ ઝૂકાવ્યું તુણામાં લાઈવ સ્ટોકનો એક્સપોર્ટ સદંતર બંધ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:31 AM
ઘેટા-બકરાને પાછા લઇ જવાનું શરૂ
તુણા પોર્ટથી ઘેટા, બકરાને એક્સપોર્ટ કરવાના મુદે છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા ગજાગ્રહના અંતે કંટાળેલા અને સતત ખોટ સહન કરી રહેલા નિકાસકારો એ ઘેટા, બકરાઓને તુણાથી પરત લઈ જવાનો સીલસીલો ગુરુવારે શરુ કરી દીધો હતો. તો સરકારે એક બાદ એક લીધેલા પગલાઓ એક્સપોર્ટ ન થવા દેવા માટૅ પ્રત્યક્ષ કે પરોક્ષ દબાણ હોવાનું સ્પષ્ટ થતા સતા સામે ન પડવાનું મુનાસીબ માન્યુ હતુ. તો બુધવારના મોડી રાત્રે શીપીંગ મંત્રાલયે અગાઉ આપેલી ઓગસ્ટ મહિનામાં દરીયો ખેડવાની પરવાનગી પરત ખેંચી લીધી હતી. તુણા પોર્ટમાં વર્ષોથી ઘેટા, બકરાને ગલ્ફ દેશોમાં એક્સપોર્ટ કરવાનો વ્યવસાય ચાલે છે. દશકાઓથી આ પ્રક્રિયા ચાલતી હોવાથી તેની આખી ચેનલ પણ સેટ થઈ હતી ત્યારે આ વર્ષે રાબેતા મુજબ રાજસ્થાનથી તુણા બંદર 8700 જેટલા ઘેટા, બકરા લઈ અવાયા હતા. પરંતુ આ અંગે મુખ્યમંત્રી સમક્ષ જીવદયા સંસ્થાઓ દ્વારા પશુઓને યોગ્ય રીતે ન રખાતા હોવાની ફરિયાદ કરાતા રાજ્ય સરકારના આદેશથી કચ્છ ક્લેકટરે ત્રણ સભ્યોની કમીટી બનાવી હતી. જેણૅ રિપોર્ટ આપીને કાગળો પર્યાપ્ત માત્રામાં ન હોવાનું કહ્યુ હતુ. જે દરમ્યાન મેરીટાઈમ વિભાગે પણ પહેલા આપેલી પરવાનગી પરત ખેંચી લેતા, નિરાશ થયેલા નિકાસકારોએ પરત જવાનું શરુ કરી દીધુ છે. આડકતરી રીતે રાજ્ય અને કેંદ્ર સરકારે તુણા પોર્ટથી જીવીત પશુઓને એક્સપોર્ટ કરવાની વર્ષોથી ચાલતી પ્રવુતિ પર પુર્ણવિરામ મુકવાનો સંદેશ આ સાથે પાઠવી દેતા હજારો લોકો, જે આની રોજગારી પર ટકેલા હતા તેમના ભવિષ્યને લઈને પ્રશ્નાર્થો સર્જાયા છે. તો આ અંગે કચ્છ ક્લેક્ટરનો લગાતાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતા ન થતા તેમનો મત જાણી શકાયો નહતો. તો કંડલા મેરીટાઈમ બોર્ડે ચુપકીદી સેવીને ભેદી ભુમિકા ભજવ્યાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

આપેલી પરવાનગી શા માટૅ પરત ખેંચાઈ?

શીપીંગ વિભાગ, મેરીટાઈમ બોર્ડ દ્વારા ઓગસ્ટ મહિનામાં દરીયો ખેડવા માટે મર્ચન્ટ્સ જહાજોને તમામ તપાસ બાદ પરવાનગી આપી હતી, પરંતુ રાજ્ય સરકારે કમીટી રચીને દબાણ સર્જ્યા બાદ જ્યારે તેનો રિપોર્ટ અપાયો ત્યારે બુધવારે નોટીફિકેશન જાહેર કરીને અપાયેલી પરવાનગી તાત્કાલીક ધોરણે પરત ખેંચવામાં આવી હોવાનું જાહેર કર્યુ હતુ. જેથી જો સ્થાનીક ધોરણે પણ ખુટતા દસ્તાવેજો તેમના દ્વારા પ્રસ્તુત કરી દેવાય તો પણા એક્સપોર્ટ સંભવ બને તેમ નહતો. એકાએક નોટીફિકેશન જાહેર કરીને ભરાયેલા પગલાને જાણકાર વર્તુળો સમગ્ર પ્રકરણ સાથે જોડીને જોઈ રહ્યા છે.

X
ઘેટા-બકરાને પાછા લઇ જવાનું શરૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App