બેંકિંગ સર્કલ પાસે વેપારીની નજર ચૂકવી 75 હજાર ઉપાડી ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના ભરચક અને ધમધમતા બેંકિંગ સર્કલ પાસે એક વેપારીની નજર ચુકવી તેની એક્ટીવામાંથી અમુક શખસો ડીકી ખોલી રૂ.75,000 ની રકમ સેરવી લેવાનો બનાવ બનતાં એક તરફ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ડ્રાઇવ સમયે બનેલો આ બનાવ ચિંતાજનક છે. આ બાબતે સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, બપોર બાદ વેપારી પોતાની એક્ટીવા પાર્ક કરી રહ્યા હતા ત્યારે જ એક ઇસમે તેમની નજર ચુકાવી તેના એક્ટીવાની ડીકીમાં રહેલા રૂ.75,000 સેરવી લીધા હતા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાય તેવી સંભાવના પણ છે.

અન્ય સમાચારો પણ છે...