ગાંધીધામ તા. સ. સંગઠનની રચના પ્રમુખ ગળપાદરના સરપંચ બન્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ તાલુકા સરપંચ સંગઠનની રચના કરવા માટે આજે ખાનગી હોટલમાં બેઠક યોજવામાં આવી હતી. ગળપાદરના સરપંચની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. સાથે સાથે 21 જેટલા કારોબારી સભ્યોને પણ પસંદ કરવામાં આવ્યા હતા.

કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ તાલુકાના ગામો ઓછા છે પરંતુ વિકાસની દ્રષ્ટિએ જોવામાં આવે તો કચ્છનું ગ્રોથ એન્જીન બનવામાં મહત્વની ભુમિકા ભજવી રહ્યું છે. ગ્રામપંચાયત સ્થળે કેટલાક પ્રશ્નો ઉભા થતા હોય છે. સરકારી કે અન્ય ગ્રાન્ટો માટે આવતા કામોના સુચારુ વહીવટની સાથે સાથે લોકોને સુવિધા મળે તે માટે પગલા ભરવામાં આવતા હોય છે. સરપંચોનું પણ સંગઠન હોય તે દિશામાં સંગઠનના સ્થાપક અને પુર્વ પ્રમુખ વિક્રમસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આજે બેઠક યોજવામાં આવી હતી. જીલ્લાના સરપંચોને એક મંચ પર લાવીને સંગઠન વધુ મજબુત થાય તે દિશામાં ભરવામાં આવેલા પગલા પછી યોજાયેલી આ બેઠકમાં ગળપાદરના સરપંચ શામજીભાઇ ભચાભાઇ વીરડાની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખમાં કીડાણાના સરપંચ સંગીતાબેન સાગરભાઇ ઝરુ અને ખારીરોહરના સરપંચ પુરીબેન રવિભાઇ બળીયાની વરણી થઇ હતી. મહામંત્રી તરીકે શિણાયના ગોપાલભાઇ રામજીભાઇ હડીયા જ્યારે મંત્રી તરીકે રાધીબેન વિરમભાઇ બોરીયા, દીવાબેન મણીલાલ ભીલની વરણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...