• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • તાજેતરમાંજ ચોરી પ્રકરણમાં સ્થાનિક વ્યક્તિની પોલીસે કરી હતી અટક

તાજેતરમાંજ ચોરી પ્રકરણમાં સ્થાનિક વ્યક્તિની પોલીસે કરી હતી અટક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલામાં આવેલી જાણીતી બાપટ બજારમાં કાચી દુકાનોને ગત રાત્રે તસ્કરોએ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમા તેવો નિષ્ફળ રહ્યા હતા. એક દુકાનમાં તેમના હાથે કશુ નહતુ લાગ્યુ તો બીજી દુકાનમાં તેવો પ્રવેશજ નહતા કરી શક્યા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે કંડલામાં આવેલી બાપટ બજારમાં રવિવારના રાત્રીના સમયે સલુનની દુકાનમાં તસ્કરોએ બારી તોડીને તે થકી પ્રવેશ કરીને ઉથલપાથલ મચાવી હતી. પરંતુ દુકાનમાં કોઇ કિંમતી સામાન કે જથ્થો ન રાખ્યો હોવાથી તેમના હાથે કશુ લાગ્યુ નહતુ. તો બાજુમાંજ આવેલી છુટક વસ્તુઓની દુકાનમાં પણ તેમણે છાપરાને તોડીને પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમા પણ તેમને સફળતા ન મળતા ખાલી હાથે પરત ફરવુ પડ્યુ હતુ. દુકાન માલીક દ્વારા કોઇ વસ્તુઓ ગઈ ન હોવાથી આ અંગે ફરીયાદ દાખલ ન કરીને જાણવા જોગ આપવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે ત્યારે આ વિસ્તારમાં અગાઉ પણ ચોરીના બનાવો બની ચુક્યા છે જેથી પોલીસ અહિ રાત્રેના પેટ્રોલીંગ વધારે તેવી માંગ ઉઠવા પામી છે.

કંડલામાં બાપટ બજારમાં પતરા- બારી તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ
તિજોરી ચોરીની ચર્ચાએ ચકચાર જગાવી
ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં તીજોરી લઈ આવી તમારા ઘરે મુકવાની હોવાનું કહિ ત્રણ- ચાર શખસોએ તીજોરી મુકિ જઈ, ત્યારબાદ તેમા છુપાઈ બેઠેલા શખસે ચોરીને અંજામ આપીને ફરી શખસોએ આવી તીજોરી ભુલથી મુકિ ગયાનું તરકટ કરી પરત ઉઠાવી જઈને ચોરીને અંજામ આપ્યાની ચર્ચાએ જોર પક્ડ્યુ હતુ. જોકે ઘટનાને કોઇ પોલીસ સમર્થન મળતુ નથી.

અન્ય સમાચારો પણ છે...