ઇનોવામાં લઇ જવાતો 800નો દેશી દારૂ પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલામાં ઇનોવા ગાડીમાં લઇ જવાતો રૂ.800 ની કીંમતો દેશી દારૂ કંડલા મરીન પોલીસને હાથ લાગ્યો હતો પરંતુ પોલીસને જોઇ આરોપી ગાડી મુકી નાસી ગયો હતો.

આ બાતે પ્રાપ્ત વિગતો મુજબ, રાત્રીના ભાગે કંડલા મરીન પોલીસ મથકના સહાયક ફોજદાર રાજેન્દ્રસિંહ ગોહીલ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે વાહન ચેકીંગ દરમિયાન શિરાક હોટલ પાસે પોતાની જીજે-12-એકે-1035 નંબરનીઇનોવા મુકી ચાલક નાસી જતાં પોલીસે ગાડીની તલાશી લીધી હતી જેમાં રુ.800 ની કીંમતનો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઇનોવા તથા દારૂ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...