વધુ એક વાર કેપીટીને માહિતી અધિકાર કમીશનનો ફટકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટને વધુ એક વાર માહિતી આયોગે વોર્નીંગ આપી દરેક આરટીઆઈનો યોગ્ય રીતે જવાબ આપવાની કડક સુચના આપી હતી. અગાઉ પણ આ પ્રકારના સુચનો કેપીટીને અપાઈ ચુક્યા છે. પોર્ટનાજ પુર્વ પીઆરઓએ બે વર્ષે અગાઉ પોર્ટ કર્મચારીઓની રેગ્યુલેશન કોપી સહિતની માહિતી આરટીઆઈ થકી માંગી હતી. જેનો જવાબ મોડૉ અને અધુરો આપવામાં આવ્યો હતો. જે અંગે બીજી અપીલ કરાતા ગત મહિને ભુજમાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી થયેલી સુનવણીમાં કમીશ્નરે પોર્ટની આરટીઆઈ જવાબ દેવાની રીતની જાટકણી કાઢી તેમા સુધાર કરવા જણાવ્યુ હતુ.

કેપીટીના પુર્વ જનસંપર્ક અધિકારી સંજય ભાટીએ ગત તા.07/10/2016માં આરટીઆઈ ફાઈલ કરીને કંડલા પોર્ટ એમ્પ્લોઈઝ્સ રેગ્યુલેશન, તેની ગેઝેટ્સ કોપી, એજન્ડા આઈટ્મ્સ, તેમાંથી જે હાલ ઓપરેશન્સમાં હોય તેની કોપી, મેજર પોર્ટ ટ્રસ્ટ્સ રેગ્યુલેશન સહિતની માંગણી કરાઈ હતી. જેના જવાબમાં તત્કાલીન પોર્ટના માહિતી અધિકારીએ નિયમાનુસાર એક મહિનામાં નહિ પરંતુ છ મહિનામાં જવાબ આપ્યો અને તે પણ અધુરો. જે વિરુદ્ધ બીજી અપીલ તા.21/01/2017 ના કરવામાં આવી હતી, જેની સુનવણી તા.21/06/2018 ના ભુજ ખાતે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી કરાઈ હતી.જેમાં માહિતી કમીશ્નરે પોર્ટના વર્તમાન માહિતી અધિકારીને આ સમગ્ર પ્રકરણમાં પોર્ટ દ્વારા જવાબ આપવામાં કોઇ પ્રયાસ ન કરાયો હોવાનું જણાવી પુર્વ અધિકારીની માહિતી માંગી, તેમને વોર્નીંગ લેટર આપવા, અરજદારને માહિતી પુરી પાડવા અને જરુરી રેગ્યુલેશનની માહિતીને વેબસાઈટ પર ચડાવી આ તમામ હુકમનું પાલન થયુ છે તેની રીપોર્ટ બે મહિનામાં આયોગને આપવા જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...