તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂ.2.90 લાખના શંકાસ્પદ સિમેન્ટના જથ્થા સાથે 6 જબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામખિયાળી હાઇવે પર આવેલી હોટલના પાછળના ભાગે એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં સિમેન્ટ ઠલવાઇ રહ્યો હતો ત્યારે સામખિયાળી પોલીસ ત્રાટકી હતી અને રૂ.2,90,400 ની કિંમતની સિમેનટની 1320 બોરી શંકાસ્પદ લાગતાં કુલ રૂ.47.90 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ચાલકો અને મજુરો સહિત છ ની અટકાયત કરી હતી.

આ બાબતે સિનિયર પીએસઆઇ બી.ડી.ઝીલરિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સામખીયાળી નજીક આવેલી અમીઝરા હોટલ પાછળ કોઇ ઇસમો એક ટ્રકમા઼થી બીજી ટ્રકમાં માલ સામાન હેરફેર કરી રહ્યા હોવાની બાતમીના આધારે ગત રાત્રે 8.30 નાઆરસામાં દરોડો પાડતાં ત્યાં ટ્રક નંબર જીજે-12-એઝેડ-5415, જીજે-12-એઝેડ-7171, જીજે-12-બીટી-7272 ઉભેલી હતી અને એક ટ્રકમાંથી સાંઘી સિમેન્ટનો જથ્થો મજુરો દ્વારા બીજી ટ્રકમાં ચડાવાઇ રહ્યો હતો જેની પુછ પરછ કરતાં બીલ કે આધાર પુરાવા ન હોતા રૂ.2,90,400 ની કિંમતની 130 બોરી સિમેન્ટની કબજે કરી ટ્રક ચાલકો નાના વરનોરાના કાસમ જખરા મોખા, ભુજ ગણેશનગરના હમીર હબુભાઇ રબારી, બીહારનો મીન્ટુકુમાર શ્રીપ્રસાદ યાદવ તેમજ મજુરો રામનરેશ રામઇકલ પાસવાન, સોનીલાલ તુલારામ પાસવાન, ઇન્દ્રદેવ સકલદીપ પાસવાન તમામ બીહારના એમ છ ઇસમોની 45 લાખની ટ્રક મળી કુલ 47,90,400 ના મુદ્દામાલ સાથે અટક કરી છે.

અન્ય સમાચારો પણ છે...