તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાકડિયા હાઇવે પર કારની તલાશીમાં બીયર મળ્યો તો આરોપી છૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ તાલુકાના લાકડીયા નજીક હાઇવે પર વાહન ચેકિંગ કરતાં પોલીસને કારમાંથી રૂ.1,100 ની કીંમતનો બિયર મળી આવ્યો હતો , જોકે આરોપી પોલીસને જોઇ કાર મુકી નાસી ગયો હતો. પોલીસે કાર અને મોબાઇલ સહિત રૂ.3,03,100 નો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.આ બાબતે ગુનો દાખલ કરનાર લાકડીયા પોલીસ મથકના એએસઆઇ ભુપેન્દ્રસિંહ જાડેજાએ વીગતો આપતાં જણાવ્યું હતું કે, લાકડીયા પોલીસ મથકના પીએસઆઇ એ.પી.જાડેજા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારેસામખિયાળી થી રાધનપુર જતા નેશનલ હાઇવે પર બાતમી મુજબની જીજે-12-સીપી-8983 નંબરની કારને ચેકીંગ માટે રોકી હતી , કારને રોકતાં આરોપી પોલીસને જોઇ ફરાર થયો હતો કારમાં તપાસ કરતાં તેમાંથી રૂ.1,100ની કિંમતના બિયરના 11 ટીન મળી આવ્યા હતા. લાકડીયા પોલીસે રૂ.3 લાખની કિંમતની કાર અને રૂ.2,000ની કિંમતના મોબાઇલ સહિત કુલ રૂ.3,03,100 નો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...