તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારના યુવાને ડિપ્રેશનમાં ગળે ફાંસો ખાઇ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારના નીંગાળ ફરિયામાં રહેતા 32 વર્ષના યુવાને પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લઇ આયખુ઼ ટુંકાવ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. આ બાબતે એએસઆઇ અશોકસિંહ સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નિંગાળ ફળિયામાં રહેતા 32 વર્ષીય હેમંત વસંતભાઇ ઠક્કરે બપોરે દોઢ વાગ્યાના આરસામાં પોતાના ઘરે છતમાં દુપ્પટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો જેને અંજાર સરકારી હોસ્પીટલ લઇ જવામાં આવ્યું હતો જ્યાં ફરજ પરના ડો.તૃપ્તિબેન ધાનાણીએ મૃત જાહેર કરતાં અંજાર પોલીસે આત્મહત્યાનો ગુનો નો઼ધ્યો છે. તપાસ કરી રહેલા અંજાર પોલીસ મથકના વિકાસભાઇ ઝાને પુછતાં પ્રાથમિક તપાસમાં આ યુવાન ડિપ્રેશનમાં હતો અને તેની ટ્રીટમેન્ટ ચાલુ હતી તેવું જાણવા મળ્યું છે તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...